પાક નિષ્ફળ જવાની સંભાવના:દિવેલાના નકલી બિયારણનો ભોગ બન્યા અનેક ખેડૂતો

ગુંદરણા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાદરગઢ ગામના 6 થી 7 ખેડૂતો ભેળસેળયુક્ત બિયારણનો ભોગ બનતા નુકશાની થવાની ભિતી
  • દિવેલાનો 65 થી વધુ વીઘામાં ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ જવાની સંભાવના

તળાજા તાલુકાના પાદરગઢ ગામના ખેડૂતો સાથે બીજ નિગમ શાખા શિહોર દ્વારા ભેળસેળ યુક્ત બિયારણ આપીને છેતરપિંડી આચરી હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. પાદરગઢ ગામે દિવેલાના પ્લોટિંગમાં માદા બીજ ના બિયારણમાં ખેડૂતો સાથે અન્યાય થયો હોવાની ફરિયાદ કરી રહયાં છે.

પાદરગઢ ગામે દિવેલાનો 65 થી વધુ વીઘામાં પાક ઉભો છે બીજ ભેળસેળયુક્ત હોવાથી રોગ ભેળાઈ ગયો છે અને પાક નિષ્ફળ જવાની પૂરી ભીતિ સેવાઈ રહી છે આથી પાદરગઢ ગામના ખેડૂતો દિવેલાનો પાક નિષ્ફળ જવાના ભયથી ચિંતામાં મુકાયા છે. વી.પી 1 માદા બીજમાં ભેળસેળયુક્ત ખેડૂતોને બિયારણ આપી દીધું હોય તેવો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.

તેમજ પાદરગઢ ગામના ખેડૂતોએ પાક નિષ્ફળ જવાની ભીતી વચ્ચે બીજ નિગમ લિમિટેડ શિહોર શાખાને લેખિતમાં જાણ પણ કરી હતી છતાં પાક ઉપર અધિકારીઓએ ધ્યાન આપ્યું નથી આથી ખેડૂતોમાં બીજ નિગમ લિમિટેડ શિહોર શાખા સામે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે.

આઠ વર્ષથી વાવેતર કરીએ છીએ આવું કયારેય નથી થયું
વી પી વન દિવેલાનું બિયારણ માદા બીજ 50% ભેળસેયુક્ત છે અને અમે આઠ વર્ષથી આ જ બીજનું વાવેતર કરીએ છીએ આવું એક પણ વાર થયું નથી અને આ વર્ષે જ આવું ભેળસેળયુક્ત બિયારણ અમને આપી દીધેલ છે જેથી અમારી સાથે છેતરપિંડી આચરાય છે.

નિગમવાળા પાદરગઢ ગામે તપાસ પર આવે તો તે કહે છે કે જે ખરાબ છોડ છે તેને ખેંચી નાખો. હાલ 50% છોડ ખેતરમાંથી ખેંચી નાખ્યા છે આથી અમને મોટા પાયે નુકશાન જાય તેમ છે.-વિરમભાઇ વાઘેલા, ખેડૂત,પાદરગઢ

​​​​​​​50 ટકા છોડ ઉખેડી નાખવા પડ્યા
માત્ર ગુજ વીપી વન માદા બીજમાં ભેળસેળયુક્ત હોવાથી 50 ટકા છોડ ઉખેડી નાખવા પડ્યા છે તેથી ઉત્પાદન એક એકરે 800 કિલોનું આવતું હોવાથી હાલ ઘટીને 100 કિલો આવે તેવું જોવા મળી રહ્યું છે જેથી આ બીજમાં અમારી સાથે છેતરપિંડી થઈ હોય તેવું લાગે છે. > લાલાભાઇ ભાવસિંગભાઈ ચાવડા, ખેડૂત,પાદરગઢ

અન્ય સમાચારો પણ છે...