તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરજ:ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર તરીકે મનોજ ગોયલે ચાર્જ સંભાળ્યો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનોજ ગોયલ ભારતીય રેલવે વિદ્યુત સેવાના 1990 બેચના વરિષ્ઠ અધિકારી

ભાવનગર રેલવેના ડીઆરએમ તરીકે આજરોજ મનોજ ગોયલ પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં ભાવનગર ડિવિજનના ડિવિજનલ રેલવે મેનેજર તરીકે કાર્યભાર સાંભળ્યો હતો.આ પહેલા ગોયલ પશ્ચિમ રેલવેના મુખ્ય મથક ચર્ચગેટ ખાતે મુખ્ય વિદ્યુત વિતરણ એન્જિનિયર (CEDE) તરીકે કાર્યરત હતા, તેમણે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન-અમદાવાદમાં CGM (સિસ્ટમ) તરીકે કાર્ય કરેલ છે અને ત્યાં એપેરલ પાર્ક-વસ્ત્રાલ ગામ સેક્શનમાં મેટ્રો ટ્રેન સેવા શરૂ કરવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. મનોજ ગોયલ ભારતીય રેલવે વિદ્યુત સેવાના 1990 બેચના વરિષ્ઠ અધિકારી છે. તેમણે દયાલબાગ શૈક્ષણિક સંસ્થા, ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ, આગરામાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. આ ઉપરાંત, તેમણે મુંબઈ વિદ્યાપીઠના વિખ્યાત જમનાલાલ બજાજ સંસ્થાન (JBIMS)થી હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં એમબીએ કર્યું છે. અને તેમણે મુંબઈમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં MPHIL કર્યું છે.

મનોજ ગોયલે રેલવેમાં મહત્વના હોદ્દા પર કાર્ય કર્યું છે. તેમણે મધ્ય રેલવેના વિવિધ મંડળોમાં 9 વર્ષ સુધી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગમાં સેવા આપી છે. તેઓ વર્ષ 2011 થી પશ્ચિમ રેલવે સાથે જોડાયેલા છે. આ દરમિયાન તેમણે પશ્ચિમ રેલવેમાં ઘણા મહત્વપૂર્ણ હોદ્દાઓને ગૌરવાંવિત કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...