તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Mandatory Wearing Of Masks To Prevent Misfortunes On Mars Occasions, Not Allowed In Ceremonies Including Weddings Only Need To Inform The System

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તકેદારી:મંગલ પ્રસંગોને અમંગલ બનતા અટકાવવા માસ્ક ફરજિયાત પહેરો, લગ્ન સહિતના સમારંભમાં મંજૂરી નહીં માત્ર તંત્રને જાણ કરવી જરૂરી

ભાવનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા કરાશે કોરોના સંદર્ભની તકેદારીની ચકાસણી

કોરોનામાં અમદાવાદ જેવી હાલત ભાવનગરની ન થાય તે માટે સામાજિક, ધાર્મિક, રાજકીય પ્રસંગો અને કાર્યક્રમોમાં કોરોના પ્રત્યે જાગૃતિ અને તકેદારી માટે જિલ્લા કલેકટર દ્વારા આગામી 30મી નવેમ્બર સુધી બહાર પાડેલા જાહેરનામા મુજબ મંજૂરી નહિ પરંતુ તંત્રને જાણ કરવી આવશ્યક છે. ઓછા મુહૂર્તને કારણે ડિસેમ્બર મહિનામાં અનેક લગ્ન સહિતના સામાજિક પ્રસંગોના આયોજનો છે ત્યારે 15 મી ડિસેમ્બર સુધી જાહેરનામાની મુદત વધારવાની હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.

30મી નવેમ્બર સુધી સામાજિક, શૈક્ષણિક, રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક અને ધાર્મિક-રાજકીય આયોજન માટે 2 દિવસ અગાઉ અધિકૃત વ્યક્તિએ તાલુકા મથકના મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટને ફરજિયાત પણે જાણ કરવાની રહે છે. કોઈ પણ આયોજકોએ મંજૂરી લેવાની નથી રહેતી પરંતુ તકેદારીના પગલાં લેવાયા છે કે નહીં તેની તપાસ જરૂરથી થશે. હાલમાં 30મી નવેમ્બર સુધી જાહેરનામું બહાર પડાયું છે પરંતુ લગ્ન સહિતના સામાજિક પ્રસંગોના મુહૂર્તો ડિસેમ્બરની 10મી તારીખ સુધી પણ હોવાથી જાહેરનામાની મુદત વધારવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

સૌરાષ્ટ્ર સમાચાર ગાઈડ

  • પ્ર. કોઇ પણ કાર્યક્રમમાં કેટલા વ્યક્તિઓને એકત્રીત કરી શકાશે ?
  • જ. લગ્ન, સગાઇ સહિતના સામાજિક, ધાર્મીક કે રાજકીય કાર્યક્રમોમાં સ્થળની ક્ષમતાના 50 ટકા અથવા તો મહત્તમ 200 વ્યક્તિ જે વધુ હોય તે મુજબ કાર્યક્રમ કરવાનો રહેશે.
  • પ્ર.લગ્ન પ્રસંગ છે તો વર-કન્યા બન્ને પક્ષના 200-200 માણસો લાવી શકાય ?
  • જ. ના, લગ્ન પ્રસંગ હોય તો તો તેમાં વર અને કન્યા પક્ષના થઇને કુલ 200 વ્યક્તિઓ જ જોડાઇ શકશે. કોઇ પાર્ટી પ્લોટની મર્યાદા 1000ની હોય તો પણ 200 લોકો જ ભેગા થઇ શકશે.
  • પ્ર.પ્રસંગ માટે તંત્ર પાસેથી પરવાનગી કેવી રીતે મેળવી શકાશે ?
  • જ. કોઇ પણ પ્રકારનો પ્રસંગ હોય તે માટે આયોજન કરો તે તારીખના બે દિવસ પૂર્વે સંબંધિત તાલુકા મામલતદાર અને એક્ઝક્યુટિવ મેજિસ્ટ્રેટને તેની જાણ કરવાની ફરજિયાત છે.
  • પ્ર. પ્રસંગ માટે તંત્ર સમક્ષ જાણ કરવાની કઇ કઇ પદ્ધતિ છે ?
  • જ. આયોજક તંત્રને લેખિતમાં અથવા તો ઇ-મેઇલ દ્વારા જાણ કરી શકશે. જેમાં ક્યો પ્રસંગ છે, તારીખ, સમય, સ્થળ, આયોજકનું પુરૂ નામ-સરનામું, સંપર્ક નંબર વિ. માહિતી આપવાની થશે.

વિસ્તાર મુજબ મામલતદારઓને ઈ-મેઈલ કરવા
મહાનગરપાલિકા વિસ્તાર માટે સીટી મામલતદાર ભાવનગર(mam-bavcity@gujrat.gov.in), ભાવનગર-ગ્રામ્ય તાલુકા વિસ્તાર માટે મામલતદાર, ભાવનગર-ગ્રામ્ય(mam-bavnagar@gujarat.gov.in), ઘોઘા તાલુકા માટે મામલતદાર, ઘોઘા(mam-ghogha@gujarat.gov.in), શિહોર તાલુકા માટે મામલતદાર, સિહોર(mam-shihor@gujarat.gov.in), વલ્લભીપુર માટે મામલતદાર, વલ્લભીપુર(mam-vallabhipur@gujarat.gov.in), ઉમરાળા માટે મામલતદાર, ઉમરાળા(mam-umarala@gujarat.gov.in), પાલીતાણા માટે મામલતદાર, પાલીતાણા(mam-palitana@gujarat.gov.in), ગારીયાઘાર માટે મામલતદાર, ગારીયાઘાર(mam-gariyadhar@gujarat.gov.in), મહુવા માટે મામલતદાર, મહુવા(mam-mahuva@gujarat.gov.in), જેસર માટે મામલતદાર,જેસર(dymam-jes-bav@gujarat.gov.in) અને તળાજા માટે મામલતદાર, તળાજા(mam-talaja@gujarat.gov.in)ના ઈ-મેઈલ પર અરજી કરવાની રહેશે.

પ્રસંગોમાં તકેદારી નહીં રખાય તો થશે કાર્યવાહી
ગૌરાંગ મકવાણા, જિલ્લા કલેકટર- ભાવનગર જિલ્લામાં સામાજિક, શૈક્ષણિક, રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક રાજકીય તેમજ લગ્ન સમારંભના આયોજનો કે જ્યા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થવાના હોય ત્યાં કોરોનાનું સંક્રમણથી ફેલાય નહીં તે માટે સોશિયલ ડિસ્ટન્સ, મ‍ાસ્ક, સેનેટાઈઝ અથવા હેન્ડ વોશ સહિતની તકેદારી રાખવી જરૂરી છે. જો તકેદારી નહિ રખાય તો તંત્ર દ્વારા જાહેરનામાનો ભંગની કાર્યવાહી પણ થઈ શકે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો