તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:હોસ્પિટલોને રેમડેસિવિર માટે સરકારની મંજૂરી ફરજિયાત

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખાનગી હોસ્પિટલોએ ઈન્જેકશન માટે જાતે જ અરજી કરી મંજૂરી મેળવવાની રહેશે
 • કોઈપણ સંજોગોમાં દર્દીને રેમડેસિવિર ઈન્જેક્શન પ્રિસ્ક્રાઈબ કરી મેળવી લેવા જણાવી શકાશે નહીં
 • ઈન્ડોર પેશન્ટના પુરાવાના આધારે ખાનગી હોસ્પિટલ ઈન્જેકશન મેળવી શકશે

ગુજરાત સરકારે હાલ રેમડેસિવિરને ઇંજેક્શનના પુરવઠાને લઇને એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. તે મુજબ કોઇપણ હોસ્પિટલને દર્દી માટે રેમડેસિવિરના જથ્થાની જરૂર હશે, તો તેઓએ જાતે જ સરકારમાં અરજી કરીને તે મેળવવાના રહેશે. સરકારની મંજૂરી મળી હોય તેટલાં જ જથ્થામાં ઇન્જેક્શન તેઓને મળશે. કોઇપણ હોસ્પિટલ દર્દીના સગાંને પ્રિસ્ક્રાઇબ કરીને રેમડેસિવિર મેળવવા જણાવી શકશે નહીં.

આ ઉપરાંત સરકારે અન્ય નિર્ણય લીધો છે કે દર્દીને રેમડેસિવિર ઇન્જેક્શન જોઇતું હોય તો તેઓ ઇન્ડોર પેશન્ટ એટલે કે હોસ્પિટલમાં દાખલ હોય તેવાં દર્દી હોવા જોઇશે. હોમ ક્વોરન્ટાઇન હોય તેવાં દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન છતાં મળી શકશે નહીં.

રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર જરૂરિયાત ન હોય તેવાં કિસ્સામાં ઉઠેલી રેમડેસિવિરની કૃત્રિમ માંગને કારણે પણ રેમડેસિવીરનો જથ્થો ખૂટી પડે તેવી સ્થિતિ હોવાથી સરકારને આ પ્રકારે આકરો નિર્ણય લેવો પડ્યો છે. તેમ છતાં જરૂરિયાત હોય તેવાં દર્દીઓને રેમડેસિવિરનો જથ્થો અવશ્ય મળી જ રહેશે તે પણ સરકારે સુનિશ્ચિત કર્યું છે.આમ હોસ્પિટલોમાં જ્યારે રેમડેસીવીર ઈન્જેકશન માટે દેકારો થયો છે ત્યારે સરકારે આ ગાઈડલાઈન જાહેર કરી છે.

3 દિવસમાં જ માગ કરતાં જથ્થો ઉપલબ્ધ
રાજ્ય સરકાર હાલ દેશની રેમડેસિવિર બનાવતી સાત કંપનીઓ પૈકી ઘણી કંપનીઓ પાસેથી રેમડેસિવિરનો જથ્થો મેળવી રહી છે અને હાલ આ કંપનીઓએ પોતાનું ઉત્પાદન પણ અનેકગણું વધાર્યું છે. ત્રણથી ચાર જ દિવસમાં રાજ્યમાં જોઇતી માગને પહોંચી વળાય તેટલો જથ્થો ઉપલબ્ધ હશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો