સમાજસેવા:ભાવનગરના ટીંબી સ્થિત સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ ખાતે ગુરૂવારે માનવસેવા મહાયજ્ઞ યોજાશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વામી ભોળાનંદ સરસ્વતીજી તથા સ્વામી સદાનંદ સરસ્વતીના સાનિધ્યમાં અન્નક્ષેત્ર અને વિશ્રાંતિ ભવનનું સાથે ઉદ્દઘાટનનું આયોજન

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ સારવાર સેવા સંસ્થા સ્વામી નિર્દોષદોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબી ખાતે આગામી ગુરુવારે માનવસેવા મહાયજ્ઞનું આયોજન થયું છે, જેમાં ગુરુકૃપા અન્નક્ષેત્ર અને વિશ્રાંતિ ભવનનું ઉદ્ઘાટન થશે.

ચતુર્થ સહસ્ત્રદિન માનવસેવા મહાયજ્ઞ મહોત્સવ
સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજીની પ્રેરણાથી નિર્માણ થયેલ શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબી ખાતે ચતુર્થ સહસ્ત્રદિન માનવસેવા મહાયજ્ઞ મહોત્સવનું આગામી ગુરુવાર તા.3 સવારે આયોજન થયું છે. સ્વામી ભોળાનંદ સરસ્વતીજી તથા સ્વામી સદાનંદ સરસ્વતીજીના સાનિધ્ય સાથે આ કાર્યક્રમમાં ગુરુકૃપા અન્નક્ષેત્ર અને વિશ્રાંતિ ભવનનું ઉદ્ઘાટન થશે.

પ્રવૃત્તિમાં દાતાઓ કાર્યકર્તાઓનો ખૂબ સહયોગ સાંપડ્યો
આ સારવાર સેવા સંસ્થાના શુભારંભથી એટલે કે બાર વર્ષથી નિઃશુલ્ક કાર્યરત આ માનવસેવાની પ્રવૃત્તિમાં દાતાઓ કાર્યકર્તાઓનો ખૂબ સહયોગ સાંપડ્યો છે અને દુરસુદુરના દર્દીઓને સારવાર લાભ મળ્યો છે. સંસ્થાના દાતા સહયોગીઓના ભાવવંદના સાથેના આ મહોત્સવમાં સ્થાનિક ઉપરાંત દેશ તથા વિદેશના શુભેચ્છકો અને દાતા મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેનાર છે.

અન્ય સમાચારો પણ છે...