જૂની અદાવતમાં હત્યા:સરતાનપર ગામેથી 5 વર્ષ પહેલાં માતાને ભગાડી જનાર શખસ પર પુત્ર છરી વડે તૂટી પડ્યો, સારવાર મળે તે પહેલા જ મોત

ભાવનગર17 દિવસ પહેલા
  • બુધેલ ગામે બહેનના ઘરે ખેત મજૂરી કરવા આવેલા શખ્સને મોડીરાત્રે છરી વડે વેતરી નાંખ્યો

ભાવનગર જિલ્લાના વરતેજ તાબેના બુધેલ ગામે જૂની અદાવતે સરતાનપર ગામના યુવાનને ઘરમાં ઘૂંસી એક શખ્સે છરી વડે વેતરી નાખ્યો હતો. 5 વર્ષ પહેલા માતાને ભગાડી જતા પુત્રએ બદલો લેવા યુવાન પર ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેને લઈ ચકચાર મચી છે.

આરોપી બિભત્સ ગાળો બોલતા ઉગ્ર ઝગડો થયો
આ સમગ્ર બનાવ અંગે વરતેજ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર જિલ્લાના સરતાનપર ગામે રહેતો કાળું રવજી મકવાણા ઉ.વ.24 આજથી પાંચ વર્ષ પૂર્વે કાનજી ઉર્ફે કાનો પોપટ રાઠોડની માતાને ભગાડી ગયો હતો. આ વાતથી ગીન્નાયેલા કાનાએ મનોમન બદલો લેવાની ગાંઠ વાળી હતી. ત્યારે કાળું રવજી મકવાણા બુધેલ ગામે રહેતી તેની બહેન નિતા બુધા મેરના ઘરે રહી તેની વાડીએ ખેત મજૂરી કરતો હોય આથી ગતરાત્રે આરોપી કાનો નિતાના ઘરે આવી બિભત્સ ગાળો બોલતો હતો. જેથી કાળું ઘર બહાર નિકળ્યો હતો અને આરોપીને ગાળો ન દેવા જણાવતાં બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો.

છરીના ઘા ઝીંકી દેતા શખસ સ્થળપર જ ફસડાઈ પડ્યો
તિક્ષ્ણ છરા સાથે આવેલા આરોપી કાનાએ કાળું ઉપર હુમલો કરી છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. જેથી કાળું સ્થળપર જ ફસડાઈ પડ્યો હતો. તબીબી સારવાર મળે એ પૂર્વે જ દમ તોડ્યો હતો. તેમજ આ મારામારીમા આરોપી કાનાને પણ ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

મૃતકની બહેને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
આ અંગે મૃતકની બહેન નિતા બુધા મેરે આરોપી કાનો પોપટ રાઠોડ વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 302, 504, 447 તથા જીપી એક્ટ 135 મુજબ ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીને પણ ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયો
આરોપીને પણ ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયો
અન્ય સમાચારો પણ છે...