તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકૃત પ્રેમી:એક તરફી પ્રેમમાં મહિલાને છરીઓ ઝીંકી દેનાર શખ્સને દસ વર્ષની સજા, રૂ.10 હજારનો દંડ

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાન મહિલા સાથે એક તરફી પ્રેમમાં પાગલ બન્યો હતો

તિર્થનગરી પાલિતાણામાં મોહનબાગ ધર્મશાળામાં રહેતા મુળ પાટણના વતની એવા અલ્પેશ ભીખાભાઇ ખાખડીયા ઠાકોર ઉ.વ.30 નામના શખ્સે એક તરફી પ્રેમમાં પાગલ બની મહિલાને છરીઓના ઘા ઝીંકી દઇ ઇજા કરવાના બનાવનો કેસ ભાવનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતા આરોપીને દસ વર્ષની સજા ફટકારી હતી.

યુવકે મહિલા સાથે બળજબરી કરી છરીઓના ઘા ઝીંક્યા

પાલિતાણા મોહનબાગ ધર્મશાળામાં રહેતા અલ્પેશ ભીખાભાઇ ખાખડીયા ઉ.વ.30 નામનો યુવાન મહિલા સાથે એક તરફી પ્રેમમાં પાગલ બન્યો હતો. અને ગત તા. 09 ઓક્ટોબર 2013 ના રોજ સાંજના સમયે રસ્તામાં મહીલાને ઉભી રાખી, ધાક-ધમકી આપી, બળજબરી કરી, છરીઓના ઘા ઝીંકી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બનાવ અંગે મહિલાના પતિએ અલ્પેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આ બનાવ અંગેનો કેસ આજરોજ ભાવનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો અને આધાર, પુરાવા, સાક્ષી ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રીક્ટ જજ આર.ટી.વાચ્છાણીએ ગુનો સાબિત માની આરોપી અલ્પેશને કસુરવાર ઠેરવી દસ વર્ષની સજા અને રોકડ રૂ.10 હજારનો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...