તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:સરકારી સહાય અપાવવાનું કહી શખ્સ બાઈક - પૈસા લઇ છૂમંતર

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સર ટી. હોસ્પિટલમાં દર્દીના સગા સાથે ઠગાઇ
  • ઓછું ભણેલા શખ્સને મીઠી-મીઠી વાતોમાં ભોળવી અઠંગે છેતરપિંડી આચરી

સર ટી હોસ્પિટલમાં દાખલ એક મહિલા દર્દીને રૂપિયા અડધા લાખની સરકારી સહાય અપાવવાનું કહી તેનો ટેક્સ ભરવા માટેના નાણા તથા દર્દીના પતિનો બાઈક લઈ કોઈ અજાણ્યો શખ્સ નાસી છૂટયાની ફરિયાદ એ ડિવિઝનમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ભાવનગર શહેરના બોરતળાવ મફતનગરમાં રહેતા પ્રવીણભાઈ રણછોડભાઈ મકવાણાના પત્નીને ઓપરેશન માટે સર ટી હોસ્પિટલમાં ડીલેવરી વોર્ડમાં દાખલ કરાયા હતા. જ્યાં ઓપરેશન પણ થઈ ગયું હતું.

બાદ કોઈ અજાણ્યા શખ્શે મહિલાના પતિને આ ઓપરેશન માટે સરકાર તરફથી રૂ. 45,000ની સહાય મળતી હોવાનું કહી તેને વિશ્વાસમાં લઇ તેની પાસેથી સહાયની રકમના રૂ. 2,630 ટેક્સના ભરવાનું કહી તેટલા પૈસા એની પાસેથી લઈ ફોન લેવા માટે જોવું પડશે કેમ કઈ મહિલાના પતિ પ્રવીણભાઈનું બાઈક લઈ નાસી છૂટયો હતો. બાદ લાંબા સમય સુધી આ અજાણ્યો શખ્સ પરત નહીં આવતા પોતે છેતરાયો હોવાનુ માલુમ પડતા તેણે એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત ની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી અજાણ્યા શખ્સ ને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. હાલ ધંધા રોજગારમાં કપરી સ્થિતી હોય ત્યારે આવા ભોળા લોકોને નિશાન બનાવી આવા તત્વો દ્વારા છેતરપીંડી આચરવાના બનાવો સતત વધી રહ્યાં છે. ત્યારે આવા તત્વોથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...