તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:વાડીની ઓરડીમા છુપાવેલા દારૂના જથ્થા સાથે શખ્સ જબ્બે, 420 બોટલ દારૂ, બિયર ટીન-168 કબજે લેવાયા

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નેસવડની સીમમાં આવેલી વાડીમાં રાખેલ દારુનો જથ્થો સગેવગે થાય તે પહેલા LCBએ કરી રેડ

ઘોઘા તાેબના નેસવડ ગાની સીમમા આવેલી વાડીમા ભાગીયા તરીકે અોરડીમા રહેતા શખ્સ વિદેશી દારૂનો જથ્થો સાચવતો હોય અને દારૂનો જથ્થો સગેવગે કરવાની પેરવી કરતા હોય ભાવનગર અેલસીબી ટીમે રેઇડ કરી 35 પેટી વિદેશી દારુ સાથે આરોપીની ધરપકડ કરી હતી. ભાવનગર એલસીબી પોલીસને મળેલી ચોકકસ બાતમી આધારે ઘોઘા તાબેના નેસવડ ગામે સીમમા આવેલી કરશન પ્રવિણભાઇ મકવાણા (રહે. ખારશી,તરસમીયા રોડ, ભાવનગર વાળાએ સુરાભાઇ રામજીભાઇ ડાભી (રહે. નેસવડ ગામ)ની સીમમાં આવેલ ખારા તરીકે ઓળખાતી વાડીમની ઓરડીમાં વિદેશી દારુનો જથ્થો છુપાવ્યો હોવાની અને તેને સગેવગે કરવાની પેરવી ચાલતી હોય એલસીબી ટીમે ત્રાટકી રેડ

કરતા ઓરડીમા છુપાવેલ વિદેશી દારૂ પેટી 35 બોટલ નંગ 420 તથા બિયર ટીન નંગ-168 મળી કુલ રૂ.142800 ના મુદામાલ સાથે આરોપી છના લક્ષ્મણભાઇ ડાભી/કોળી ની ધરપકડ કરી આ દારૂ-બીયરનો જથ્થો કોનો છે તે અંગે પુછતા દારૂનો જથ્થો કરશન પ્રવીણભાઇ મકવાણા (રહે. તરસમીયા,ભાવનગર) વાળાનો હોવાનુ પોલીસને જણાવ્યુ હતુ.પોલીસે આરોપી છનાને નજરકેદ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ નેસવડ ગામની સીમમાં દારૂ ઉતર્યો હોવાની ચોક્કસ બાતમી આધારે એલસીબીએ રેડ કરી હતી. આરોપી દારૂ સગેવગે કરવાની પેરવીમાં જ હતો તે વખતે જ પોલીસ ત્રાટકી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો