તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલી ચોકકસ બાતમી મળેલ કે અગાઉ ગાંજાના કેસમાં પકડાયેલ આરોપી યાસીન અબ્દુલરહેમાન પઠાણ ( રહે. બોરડી ગેઇટ ) વાળો પોતાના ઘરે ગાંજો રાખી ગાંજાની નાની-મોટી પડીકીઅો બનાવી વેચાણ કરે છે. જે હકીકત મળતા એસ.એ.જી. ટીમે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ઉપોરકત આરોપી ઘરે હાજર મળી અાવેલ. પોલીસે ઘરનાં રૂમમાંથી મુખ્ય દરવાજા પાછળથી થેલીમા રાખેલ ગાંજાના પ્લાસ્ટીકના નાના પાઉચ તેમજ પડીકીઓ નંગ-53 મળી આવ્યા હતા.
પોલીસે પકડાયેલા ગાંજા બાબતે આરોપીને પુછતા અા ગાંજો અાડોડીયાવાસમાં રહેતા નીતેશ ક્રીપાલભાઇ પરમાર ( રહે. અાડોડીયાવાસ) વાળા પાસેથી લાવેલાનું જણાવેલ. જેના મોબાઇલ ન|બર મેળવી તેના પર ફોન કરતા તે અગાઉ પાલીતાણા ખાતે ગાંજાના પડીકા સાથે ઝડપાયો હતો. અને તેમા હાલ જામીન ઉપર છુટેલ છે.જામીન ઉપર છુટેલ અારોપીઅે પોલીસને અાપેલી કબુલાતમા જણાવ્યું હતુ કે પોતાને જામીન પર છુટવા માટે મોટો ખર્ચ થયેલ હોય જે માટે તેણે ફરી ગાંજો રાખવાનુ અને વેચાણ કરવાનુ શરૂ કર્યુ હતુ.
વધુમા આરોપીને પાંચ દીકરીઓ છે. અને પરીવારનુ ગુજરાન ચલાવવા માટે ગાંજો વેચવા મજબુર થયાનુ જણાવ્યું હતુ. પોતાને પણ ગાંજો પીવાની ટેવ હોય ઘરમા ગાંજાનો સ્ટોક રાખતો હોવાનુ પોલીસને જણાવ્યું હતુ.પોલીસે એફ.એસ.એ લ.ને બોાલવી ગાંજાના સેમ્પલ લેવડાવી વજન કરતા ગાંજાનુ વજન 744 ગ્રામ જણાયેલ. જેની કિ|મત રૂ.7940 ગણી પોલીસે અારોપી યાસીનની અટક કરી નજર કેદ કર્યો હતો.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.