બદલી:જિલ્લાના 11 ના.મામલતદાર બન્યા મામલતદાર, 7 મામલતદારની બદલી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મામલતદારની બઢતીના થયેલા ઓર્ડરમાં ભાવનગરના 11 અને મામલતદારની થયેલી બદલીમાં ભાવનગર જિલ્લાના 7 મામલતદારની બદલીના હૂકમ થયા હતાં પરંતુ ભાવનગર સીટી મામલતદારના ચાર્જમાં રહેલા ધવલ રવીયાની થયેલી બદલીનો સિંગલ હુકમ રદ કરાયો હતો.

જિલ્લામાં 11 નાયબ મામલતદારમાંથી મામલતદાર તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેમાં મોહનભાઈ જોળીયાને અમરેલી, માનસિંહ વહોનીયાને એક્ઝિ. મેજિસ્ટ્રેટ મેટ્રોપોલિટનમાં, ભરતસિંહ પણદાને પણ એક્ઝિ. મેજિ. માં, જીવણભાઈ ચૌધરીને વડોદરા ચુંટણી, આસિફઈકબાલ કુરેશીને જુનાગઢ ચુંટણી, દેવશી ફંટાણીયાને રાજકોટ, જિતેષભાઈ જોશીને નસવાડી, દુર્લભજીભાઈ પાલને ધારી, કેતનભાઈ મહેતાને અમદાવાદ, ઉષાબેન વાઘેલાને ભાવનગર મ્યુ.કોર્પો., પ્રવિણકુમાર ભટ્ટને વિરમગામ ખાતે બઢતી સાથે બદલી કરવામાં આવી છે.

જ્યારે ભાવનગર જિલ્લાના 7 મામલતદારની અન્ય બદલી કરવામાં આવી છે. જેમાં કે.ટી.પંડ્યાની જેસર થી સુરેન્દ્રનગર, એમ.વી.પરમારની ઉમરાળા થી ભાવનગર ડિઝાસ્ટર, ગૌતમભાઈ મકવાણાને વલ્લભીપુર થી વડગામ, હેતલબેન મકવાણાને ભાવનગર ડિઝાસ્ટર થી ગાંધીનગર રેરામાં, જૈમીન કાકડિયાને ભાવ. મ.ભો.યો. માંથી બોટાદ, એમ.એચ.જાસપરીયાને અધિક ચીટનીસમાંથી સિહોર ખાતે અને ધવલકુમાર વી. રવીયાને ચુંટણીમાંથી કલ્યાણપુર ખાતે બદલી કરવામાં આવી હતી. જોકે, ધવલ રવીયાની બદલી કર્યા બાદ સિંગલ ઓર્ડરમાં બદલીનો હુકમ રદ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...