રીમાંડ મંજુર:મામાના દિકરાએ પીઠ પાછળ ગોળી મારી હત્યા કરી હતી

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હત્યારા તથા પિસ્ટલ સાચવનારા ત્રણેય ઝડપાયા
  • દુકાનમાં સાથે કામ કરતા બે છોકરાઓની મદદથી હત્યાને અંજામ આપ્યો :7 દિવસના રીમાંડ મંજુર

મહુવાના ભાસ્કરરાવ ભવનમાં વ્યાજે લીધેલા પૈસા પરત નહી આપતા કાપડના વેપારી જગદીશભાઈ લાલવાણીની હત્યા તેના મામાના દિકરા રામ મોહનભાઈ બુધવાણીએ તેની દુકાનામાં કામ કરતા હનીફ ઉર્ફે સલમાન મહમદભાઈ મોગરાની મદદથી કરી હોવાનું ખુલ્યું છે. નાસ્તો કરવાના બહાને જગદીશભાઈને બોલાવી રામ બુધવાણીએ તેની પીઠ પાછળ બંદુકની ગોળી મારી હતી જ્યારે હનિફે માથાના ભાગે સિમેન્ટનો બ્લોક મારી લાશને લોબીમાંથી બેઝમેન્ટમાં કચરાના ઢગલાંમાં ફેંકી દઈ કોમ્પ્લેક્સની લોબીમાં પડેલું લોહી સાફ કર્યું હતું

અને પિસ્ટલને તેની દુકાનમાં કામ કરતા અન્ય એક શખ્સ ધીરૂપરી ઉર્ફે ધિરેન નટુપરી ગોસાઇ (રહે.ચારડિકા તા.મહુવા)ને રૂપિયા વાપરવા માટે આપશે તેમ જણાવી પિસ્ટલ સાચવવા માટે આપી દીધી હોવાની કબુલાત આપ્યા બાદ ઉક્ત ધીરુપરીને ઝડપી લઈ તેની વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ખુંટવડા પોલીસમાં અલગથી ગુન્હો નોંધી આરોપીઓ પાસેથી પીસ્ટલ નંગ-2 તથા જીવતાં કાર્ટીસ નંગ-01 અને ખાલી કાર્ટીસ નંગ-01 કબ્જે કર્યાં હતા. કોર્ટે આરોપીઓને 7 દિવસના રીમાંડ મંજુર કર્યા છે. જ્યારે બીજી તરફ મૃતકના પરિવારજનોનું કહેવું છે કે, જગદીશભાઈએ રામ પાસેથી પૈસા લીધાં જ નથી. ઉલ્ટાના જગદીશભાઈએ રામને પૈસા આપેલા છે. નિર્દોશ છોકરાની હત્યા કરનારાને સજા થાય તેવું જ તેઓ ઈચ્છી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...