પ્રવેશ પ્રક્રિયા:યુનિ.માં પ્રવેશ બદલવાની સમય મર્યાદા 1 માસની કરો

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આજે મળનારી ઇ.સી.માં નિર્ણય કરવામાં આવશે
  • એડમિશન​​​​​​​ માટે બીજાથી છઠ્ઠા સેમેસ્ટર સુધી સેમેસ્ટરમાં ટ્રાન્સફરની જોગવાઈ હોવી જોઇએ

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો હોય તેવા વિદ્યાર્થીઓને એડમિશન ટ્રાન્સફર કરવા હાલ જે નિયમ અમલમાં છે તે મુજબ કોઈપણ વિદ્યાર્થી પ્રવેશ મેળવે ત્યારબાદ માત્ર ત્રીજા સેમેસ્ટરમાં જ કોલેજ બદલી શકે છે અને તે પણ સત્ર શરૂ થયાના 15 દિવસમાં જ બદલવાની હોય છે.

આ નિયમમાં ફેરફાર કરવા કોર્ટ સભ્ય મહેબૂબ બલોચે આવતી કાલ તા. 28 જુલાઈના રોજ યોજાનારી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય કરવા જણાવ્યું છે. આ રજૂઆતમાં જણાવ્યું છે કે ટ્રાન્સફરની સમય મર્યાદા સત્ર શરૂ થયાથી એક માસ સુધીની કરવી જોઈએ. આ ઉપરાંત બીજા સેમેસ્ટરથી છઠ્ઠા સેમેસ્ટર સુધી તમામ સેમેસ્ટરમાં ટ્રાન્સફર આપવાની જોગવાઈ કરવી જોઈએ.

આ રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે કોઈપણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાંથી યુનિવર્સિટી સંચાલિત કોલેજ કે ગ્રાન્ટેડ કોલેજમાં ખાલી સીટ પર પ્રવેશ આપવાની જોગવાઈ હોવી જોઈએ. ટ્રાન્સફરના નવા નિયમ આ ચાલુ વર્ષથી જ લાગુ કરવા જોઈએ. જો કોઈ કોલેજ બંધ થાય તેવા સંજોગોમાં વિદ્યાર્થીને પ્રથમ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંચાલિત કોલેજમાં જ પ્રવેશ મળે તેવી પણ જોગવાઈ વિદ્યાર્થી હિત માટે કરવા કુલપતિને રજૂઆતમાં જણાવ્યું છે

અન્ય સમાચારો પણ છે...