RC મકવાણાને મંત્રીપદ:મહુવાના ધારાસભ્ય આર.સી.મકવાણા બન્યા રાજ્યકક્ષાના સામાજિક અને ન્યાય અધિકારિતા પ્રધાન

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • આર.સી.મકવાણા 22 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે

ભાવનગરની મહુવા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા આર.સી.મકવાણાએ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આરસી મકવાણાના રાજ્યકક્ષાના સામાજિક અને ન્યાય અધિકારિતા પ્રધાન બનાવવામા આવ્યા છે.

સતત 22 વર્ષ થી પક્ષના વફાદાર રહેલા આર સી મકવાણા કોળી સમાજનો મોટો ચહેરો છે. પછાત અને શ્રમિકોના સાચા સાથી તરીકે તેઓ લોકપ્રિય છે. રાઘવજી સી. મકવાણા મહુવાના પઢિયારકા ગામના છે. તેમનો જન્મ 8મી ઓક્ટોબર 1970ના થયો હતો. તેઓ ડિપ્લોમા ઈલે. એન્જિનિયર છે.

સતત 5 વખત ભાવનગર જિલ્લા સંગઠનમાં જવાબદારી તેમજ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તેમજ વિરોધ પક્ષના નેતા રહી ચૂકેલા રાઘવજી મકવાણા ભાવનગર જિલ્લાના મહુવા મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય છે.મકવાણા પ્રદેશમાંથી ઇન્ચાર્જ તરીકે અનેક જવાબદારી નિભાવી પક્ષના વિશ્વાસમાં ખરા ઉતર્યા છે.

અમરેલી લોકસભા ચૂંટણીના 3 વખત ઇન્ચાર્જ રહી ચૂક્યા છે. તેમજ ત્રણેય વખત મહુવા વિધાનસભામાં ભાજપને લીડ અપાવી કોળી સમાજના કદાવર નેતા તરીકે ઉપસી આવ્યા છે. તમામ સમાજને સાથે રાખી ચલનાર મહુવા ધારાસભ્ય આર સી મકવાણા છેવાડાના લોકોમાં પણ ખૂબ લોકપ્રિય રહ્યા છે. તેમની સેવાકીય પ્રવૃત્તિઓ નોંધપાત્ર છે. પ્રજા માટે તે સંકટ સમય ની સાંકળ સમાન છે.

ભાવનગર જિલ્લામાં ભાજપ મહામંત્રીનો હોદા પર પણ સેવા આપી ચુક્યા છેમહુવા તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યા બાદ તળાજા તેમજ મહુવા વિધાનસભા વિસ્તારમાં રાધવજી ભાઈ મકવાણાના ધર્મપત્ની ભાવનાબેન મકવાણા બે અલગ અલગ વિસ્તારમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયેલ હતા. ભાજપ પક્ષમાં સંપૂર્ણ વફાદાર રહી બન્ને પતિ પત્ની એ જવાબદારી નિભાવી છે.

અન્ય સમાચારો પણ છે...