તંત્ર તદ્દન નિષ્ક્રિય:મહુવામાં ઉનાળાના અંતે ત્રણ દિવસે એક વખત મળે છે પાણી

મહુવા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોમર્શિયલ દરે વેચાઇ રહ્યું છે પાણી, ઠેર ઠેર થઇ રહ્યો છે બગાડ છતાં તંત્ર તદ્દન નિષ્ક્રિય
  • બીલાડીના ટોપ માફક ફુટી નિકળેલ સર્વિસ સ્ટેશનો

મહુવા નગરપાલિકા દ્વારા ઉનાળાના કપરા દિવસોમાં લોકોને ત્રણ દિવસે પાણી મળે છે ત્યારે બિલાડીના ટોપ માફક ફુટી નિકળેલ સર્વિસ સ્ટેશનો દરરોજ પાણી કઇ રીતે મેળવે છે? શું તેમની સંગ્રહ વ્યવસ્થા ઉંચી છે? તેમને કોમર્શિયલ દરે કનેશન આપેલ છે? પાણીનું પાણીનું કનેકશન લઇ એકનું કે દોઢનું કનેકશન જોડવામાં આવેલ નથીને? તેની તપાસ કરવા નગરપાલિકાના સત્તાધિશોને મજબુર કરવા વિપક્ષના આગેવાનો પ્રશ્નો કરશે ખરા? તેવા પ્રશ્નો આમ જનતામાં ઉભા થવા પામેલ છે.

ઉનાળાના દિવસોમાં મહુવામાં પાણીનો કકળાટ શરૂ રહેલ છે. નગરજનોમાં ભારે અજંપો ઉભો થયો છે. મહુવા શહેરમાં દર ત્રણ દિવસે પીવાનું પાણી આપવામાં આવે છે. પરંતુ શહેરના અમુક વિસ્તારમાં પીવાના પાણીનો બેફામ દુરુપયોગ થઇ રહ્યો છે. શહેરના મુખ્ય રસ્તાઓ આસપાસ સર્વિસ સ્ટેશનો માંથી સતત પાણીના ફુવારા ઉડતા હોય છે, લોકોને પાણી ઉડતું હોય છે, લોકોના કપડા ભીંજાય અને સર્વિસ સ્ટેશનવાળાને ફરીયાદ કરે તો ચોર કોટવાળને દંડે તેમ વર્તન કરતા હોવાથી રાહદારી બિચારા કાયમી ધોરણે આવો ત્રાસ સહન કરતા હોય છે. રોજ પાણી વેડફાતું જોવા મળે છે.

નગરજનોમાં પણ પાણીના બગાડ સંદર્ભે જાગૃતિ આવવી જોઇએ તેટલી આવી નથી.એક તરફ પાણીની તંગીની બુમો ઉઠી રહી છે, કેટલાક વિસ્તારમાં લો પ્રેસરથી પાણી મળતું હોવાની બુમરાણ તો બીજી તરફ ગેરકાયદેસરના કનેકશનો દ્વારા પાણીનો બગાડ પણ એટલો જ થાય છે.

આ સંજોગોમાં હવે પાણીનો બગાડ અટકાવવા પાણીનો બગાડ કરનારાને ઉપર નગરપાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી કરવા અને ગેરકાયદેસરના જોડાણો દુર કરવા પગલા ભરવા જોઇએ.મહુવા શહેરમાં પાણીનો વારો હોય તે વિસ્તારમાં સતત વોચ ગોઠવવામાં આવે તો કમ્પાઉન્ડ વોલ, વાહનો ધોવા અને ગ્રાઉન્ડ-ફળીયામાં પાણી રેડી ઠંડક ઉભી કરતા નગરજનોને અટકાવવા યોગ્ય પગલા લેવા એક ખાસ વ્યવસ્થા ઉભી કરવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...