ખેડૂતોને સૂચના:વરસાદી આગાહીને લઈ મહુવા અને તળાજા માર્કેટગયાર્ડ આગામી 4 દિવસ બંધ રહેશે

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • મહુવા માર્કેટગ યાર્ડ ખાતે આજથી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી જાણસી લાવવા પર પ્રતિબંધ
  • તળાજા માર્કેટિંગ યાર્ડમાં ખાતે મગફળીની આવક 4 દિવસ સુધી સદંતર બંધ

ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલા મહુવા તથા તળાજા માર્કેટિંગયાર્ડમાં તા. 18-11-2021થી 22-11-2021 દરમિયાન વરસાદ તથા ઝડપી પવન ફૂંકાવાની આગાહી હોય જેને લઈ ખેડૂતોને સૂચનાઓ આપવામાં આવી છે.

મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે 18-11-2021થી 22-11-2021 દરમિયાન વરસાદ તથા અતિ ઝડપી પવન ફૂંકાવાની આગાહી, ભારે અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી હોય જેને લઈ તા.18-11-2021ને ગુરુવાર થી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારની જાણસીને પ્રવેશ આપવા દેવામાં આવશે નહીં, આમ છતાં જાણસી લાવશે તો તેની જવાબદારી લાવનાર ખેડૂતભાઈઓ તથા એજન્ટની રહશે. તેમ મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન વી.પી.પાંચાણીએ જણાવ્યું હતું.

તળાજા માર્કેટિંગ યાર્ડમાં આજથી આગામી 4 દિવસ મોસમ વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીના પગલે મગફળીની આવક સદંતર બંધ કરેલી છે, તથા કપાસ, અનાજ- કઠોળ લાવતા ખેડૂતોએ તકેદારીના ભાગરૂપે સાથે તાલપત્રી કે પ્લાસ્ટિક કાગળ સાથે લાવવાનો રહેશે. તેમ એ.પી.એમ.સી. તળાજા સેક્રેટરીએ જણાવ્યું હતું.

ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તા.19ને શુક્રવારે ગુરુનાનક જયંતિ અને દેવદિવાળીને લઇ એક દિવસ માર્કેટિંગ યાર્ડ ખાતે હરાજી કાર્ય બંધ રહશે. ચિત્રા માર્કેટિંગ યાર્ડ તમામ પ્રકારની જણસીની હરજી એક દિવસ બંધ રાખવામાં આવશે. જે અંગે તમામ ખેડૂતો અને વેપારીઓને નોંધ લેવા ભાવનગર માર્કેટિંગ યાર્ડના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...