ડેમમાં નવા નીરની સતત આવક:મહુવાનો માલણ ડેમ 70 ટકાથી વધુ ભરાયો, હેઠવાસના ગામોને એલર્ટ કરાયા

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
માલણ ડેમ, ફાઈલ ફોટો - Divya Bhaskar
માલણ ડેમ, ફાઈલ ફોટો
  • મોટા ખુંટવડા ગોરસ, સાંગણિયા, લખુપુરા, કુંભણને સાવધાન કરાયા
  • નાના જાદરા, તાવિડા, મહિવા શહેર, કતપરને ચેતવણી

મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામ પાસે આવેલી માલણ નદી ઉપરનો માલણ ડેમ 70 ટકાથી વધુ ભરાઈ ગયો છે. જેથી હેઠવાસના ગામોને એલર્ટ કરી દેવાયા છે. રાતના સમયે ડેમમાં 280 ક્યૂસેકની આવક જારી રહી હતી.

ગમે ત્યારે ડેમની સપાટીમાં વધારો થવાની શક્યતા
ભાવનગરમાં ડઝન મોટા જળાશયો પૈકીના મહુવા તાલુકાના રોજકી જળાશયની સપાટીમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. ડેમની સપાટી 103 મીટરે પહોંચવા સાથે 70 ટકા ભરાઈ ગયો છે. જેથી ડેમની હેઠવાસમાં આવેલા મોટા ખુંટવડા, ગોરસ, સાંગણિયા, કુંભણ, નાનાજાદરા, તાવીડા મહુવા શહેર કતપર ગામને એલર્ટ કરી દેવાયા છે. ડેમમાં ધીમી ગતિએ નવા નીરની આવક શરૂ છે. જેથી ગમે ત્યારે ડેમની સપાટીમાં વધારો થવાની શક્યતા છે.

ભાવનગરના ડેમ સ્ત્રાવ વિસ્તારમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. જેમાં શેત્રુંજી ડેમ સ્ત્રાવમાં 10 મીમી, રજાવળ ડેમ પર 15 મીમી, ખારો ડેમ પર 10 મીમી માલણ ડેમ પર 4 મીમી લાખણકા ડેમ સ્ત્રાવમાં 5 મીમી, બગડ ડેમ પર 53 મીમી અને રોજકી ડેમ સ્ત્રાવ વિસ્તારમાં 15 મીમી વરસાદ વરસ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...