સામુહિક પ્રયાસોનો અભાવ:મહુવાનો વિકાસ વધવાને બદલે રૂંધાયો

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વસતિના પ્રમાણમાં પોસ્ટની સુવિધા એકદમ અપુરતી
  • બિસ્માર રોડ, હોસ્પિટલ,એસટી બસ, પોલીસ બળ સહિતની અણઉકેલ સમસ્યાઓ

મહુવા શહેર અને તાલુકાનો છેલ્લા 20 વર્ષમાં વિકાસ થવાને બદલે વિકાસ રૂંધાયો છે. જેને કારણે મહુવાના લોકો પણ ત્રાસી ગયા છે. બિસ્માર રોડ, લાંબા રૂટની બસ, પાણી સહિતની સમસ્યાનો મહુવાની જનતા વહેલીતકે ઉકેલ આવે તેવુ ઈચ્છી રહી છે. મહુવા શહેર અને તાલુકાનો છેલ્લા 20 વર્ષમાં વિકાસ થવાના બદલે, વિકાસ રૂંધાયો હોય શહેર તાલુકાના રાજકીય આગેવાનો તથા હાલના અને ભુતપૂર્વ રાજકીય આગેવાનોએ માત્ર કાગારોળ અને પ્રેસ પ્રોપગેન્ડા કરી કઈંક કર્યાનો હાઉ ઉભો કર્યો હોવ‍ાથી આમ પ્રજામાં તેઓ સામે ભારે રોષની લાગણી ઉભી થવા પામી છે.

મહુવા શહેર અને તાલુકાની વસ્તી વિસ્તારની દ્રષ્ટિએ મહુવા પોલીસ સ્ટેશનનું સ્ટ્રેન્થ ખુબ ઓછુ છે. મહુવાના આગેવાનો દ્વારા ઉચ્ચ કક્ષાએ મહુવા પોલીસ સ્ટેશનનું શહેર રૂરલમાં વિભાજન કરી પોલીસ બળ વધારવા માંગ પણ પૂર્ણ થઈ નથી. મહુવામાં શહેરની મધ્યમાં આધુનિક સુવિધાવાળું મુખ્ય પોસ્ટ ઓફિસનું બિલ્ડીંગ બનાવવાનો પ્રશ્ન, ધુડીયા બનેલા મહુવા શહેરના રસ્તાઓનો પ્રશ્ન, પાણી સપ્લાઈની અનિયમીતતા, જનરલ હોસ્પીટલની દુર્દશા, સોસાયટી વિસ્તારોના પાણી, ગટર અને સફાઈના પ્રશ્નો હાલમાં શહેરના પ્રાણપ્રશ્નો છે.

સત્તા ટકાવી રાખવા પુરતા જ લોકોના પ્રશ્નોમાં રસ
ચૂંટાયેલા નગરસેવકો અને રાજકીય આગેવાનાએ પક્ષોના લોકોને સબળ આગેવાની પુરી પાડવાના બદલે માત્ર સત્તા મેળવી ટકાવવાની કામગીરી કરી હોવાની છાપ આમ જનતામાં ઉભી થવા પામી છે. મહુવા એસ.ટી.ડેપો દ્વારા સંચાલીત કેટલાક લાંબા રૂટ અને અનેક ગ્રામ્ય રૂટો બંધ છે. બીજી બાજુ છાશવારે રૂટ રદ કરતા ગ્રામ્ય વિસ્તારના લોકોને ન છુટકે ખાનગી લકઝરી બસ, છકડા, ટેમ્પા, રીક્ષામાં મુસાફરી કરવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...