રોષ:પાટીલના આગમન પૂર્વે મહિલા કોંગ્રેસનો રોષ : અટકાયત કરી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવેદન દેવા ગયેલા કોંગ્રેસની મહિલા સાથે પોલીસનુ ગેરવર્તન, સસ્પેન્ડની માંગ

ભાવનગરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના આગમન પૂર્વે શહેર મહિલા કોંગ્રેસ દ્વારા મહિલાઓના થતા શોષણ સામે દેખાવ કરતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલ ભાવનગર આવતા હોવાથી મહિલાઓના શોષણ અને અત્યાચાર માટે મહિલા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવા જતા પોલીસ દ્વારા મહિલાઓ સાથે અશોભનિય વર્તન કરી હાથાપાઈ સાથે અડપલા પણ કર્યાના આક્ષેપ મહિલા કોંગ્રેસ દ્વારા કરી પોલીસ ઈન્સ્પેક્ટરની બદલીની માંગ કરી છે. નહિતર ગુજરાત મહિલા કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે તેમ ભાવનગર મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન ચંદાનીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...