ભાવનગર તાલુકાના ભાલપંથકના અમદાવાદ હાઈવે થી 10 કિ.મી અંદરનું ગામ છે અમારા ગામની વસ્તી 1200 જેટલી છે ગામમાં એક થી આઠ ધોરણ સુધી પ્રાથમિક શાળા છે નવી શાળા બનાવવાની કામગીરી થોડા સમયમાં પૂર્ણ થઈ જશે. અમારા ગામમાં ગટર, બ્લોક ,આરસીસી ,રોડ પાણીની લાઈનનું કામ પૂરું થઈ ગયું છે. ગામમાં મુખ્ય રસ્તા, સ્ટ્રીટ, લાઈટની વ્યવસ્થા છે. ગામમાં નર્મદા યોજનાની મહી પરયેજની લાઈન દ્વારા ઘરે ઘરે દ્વારા પાણી આપવામાં આવે છે મીઠાપર થી કાનાતળાવ સુધી પાંચ કિમી રસ્તાની જરૂર.
ગામમાં વન્ય પ્રાણીઓની આવન જાવન ગામ તરફ કરતા હોવાથી ગ્રામજનોમાં ડર રહે છે. ગામના ભાગોળે હિંગળાજમાં નું મંદિર આવેલું છે જ્યાં દૂર દૂરથી દર્શને આવે છે મંદિરથી બરવાળા સુધી 4 કિમી માં ના રસ્તો બને એવી આશા છે.ગામનો મુખ્ય વ્યવસાય ખેતી છે. નાવડાથી બની રહેલ કેનાલની કામગીરી ગોકુળગતીએ ચાલી રહી છે જે તાત્કાલિક ધોરણે પૂરી થાય એવી આશા ગામના સરપંચ લાલાભાઇ દેવાભાઇ ભડીયાદરાએ વ્યક્ત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.