તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીજ બોલ:શહેરમાં 1.1 લાખ બીજ બોલ બનાવીને હરિયાળીનો મહાયજ્ઞ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ વરસાદ બાદ તુલસીની માંજરને લઈને બીલીના બીજ અને ઘાસનાં બીજ બોલ બનાવીને ઉગાડવામાં આવશે

ભાવનગર માં તાઉતે વાવાઝોડા બાદ ઘણા બધા વૃક્ષોને નુકસાન થવા પામ્યું છે. હવે તે વૃક્ષોની જગ્યાએ અન્ય વૃક્ષો વાવવાની પ્રવૃત્તિ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં ભાવનગર જિલ્લામાં ઠેર ઠેર “ બીજ બોલ” ઉગાડવામાં આવશે. આ બોલ તૈયાર કરવામાં 50 થી વધુ ગુજરાતની અને અન્ય રાજ્યોની વનસ્પતિ નાં બીજ નો ઉપયોગ કરવામાં આવશે. હાલમાં 1 લાખ 1 હજાર બોલ બનાવીને એક સારો વરસાદ આવ્યા બાદ સમગ્ર જિલ્લામાં વાવવામાં આવશે.

આ બોલ બનાવવા માટેનું મશીન હાલમાં ભરતનગર શાળા 76 ખાતે છે. સમગ્ર કાર્ય ભાવનગર પશ્ચિમ ના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી ની પ્રેરણા અને પર્યાવરણ પ્રેમી કિશોર ભાઈ ભટ્ટ ના માર્ગદર્શન હેઠળ વિવિધ બીજ બોલ તૈયાર કરવામાં આવનાર છે. આ વૃક્ષો વધારે ઓક્સિજન આપતા, વિવિધ આયુર્વેદ મા ઉપયોગી થશે. રસિક ભાઈ, આચાર્ય હરેશ ભાઈ રાજ્યગુરુ અને સ્કાઉટ ગાઈડ ના વિદ્યાર્થીઓ તથા પ્રકૃતિ પ્રેમી સંસ્થા ના સ્વયંસેવકો દ્વારા આ બોલ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આજ સુધી 50 હજાર કરતા વધારે બીજ બોલ તૈયાર થઈ ચૂક્યા છે આગામી એક સપ્તાહ મા એક લાખ બીજ બોલ તૈયાર થઈ જશે અને વરસાદ ના આગમન બાદ વસુંધરા ને વધુ હરિયાળી બનાવવા મુકવાનું ભગીરથ કાર્ય કરવામાં આવશે.

અલગ અલગ વનસ્પતિ નાં બીજ સાથે માટી, ખાતર વગેરે નું મિશ્રણ કરીને આ બોલ બનાવવામાં આવે છે. હાલમાં અલગ અલગ જગ્યાએથી ઘાસ નાં બીજ પણ મંગાવવામાં આવ્યા છે જે જંગલ વિસ્તારોમાં નાખવામાં આવશે. ઉપરાંત તુલસી ની માંજર થી માંડીને બીલીપત્ર, ઔષધીય વનસ્પતિઓ વગેરે નાં બીજ લઈને મશીન દ્વારા બોલ બનાવવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...