શિક્ષણ:મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં સાયન્સ કોલેજોમાં 1186 ફોર્મ ભરાયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે આગામી વર્ષ 2022-23માં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા માટે કાર્યકારી કુલપતિ ડૉ. એમ. એમ. ત્રિવેદીના અધ્યક્ષસ્થાને ઓનલાઈન પ્રવેશની કાર્યવાહી અંગે માર્ગદર્શન તથા તૈયારીઓ માટે ખાસ સભાનું આયોજન થયું હતુ જે મુજબ ધો. 12 સામાન્ય પ્રવાહનું નજીકના સમયમાં પરિણામ આવનાર હોઈ તેને અનુલક્ષીને આગામી સમયમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ થનાર હોય, તેનું આયોજન અને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં માહિતી અપાઇ હતી કે યુનિ.માં હાલ પ્રથમ સેમેસ્ટર બી.એસસી.ની એડમિશન પ્રક્રિયા માટે ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ છે.

પ્રથમ સેમેસ્ટર બી.એસસી.ની એડમિશન પ્રક્રિયા તા.26 મેથી શરૂ થયેલ છે. અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓ દ્વારા કુલ 1186 ફોર્મ ભરેલ છે. વધુમાં જણાવવાનું કે તા. 4 જૂન સુધી (છેલ્લા દિવસે એટલે 4 જૂને સાંજે 6 કલાક સુધી) ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ અંગે સંપૂર્ણ માહિતી અને માહિતી પુસ્તિકા યુનિવર્સિટીની વેબસાઈટ www.mkbhavuni.edu.in પર ઉપલબ્ધ છે.એડમિશન કમિટીના સભ્ય ડૉ. હેતલબેન મહેતા તેમજ વાણિજ્ય વિદ્યાશાખાના ડીન ડૉ. સુરેશભાઈ સવાણી આ સભામાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...