દિવાળી ગિફ્ટ:મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવમાં ‘108’ સર્વિસમાં 400 વિદ્યાર્થીઓની ભરતી થશે

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 29 ઓક્ટોબરે યુનિ.કેમ્પસમાં જૂના કોર્ટ હોલ ખાતે ભરતી યોજાશે
  • સાયન્સમાં સ્નાતક ડિગ્રીધારકો માટે નોકરીની તક : આજે અને આવતી કાલે નોંધણી થશે

દિવાળીનું મહાપર્વ આવી રહ્યું છે ત્યારે ભાવનગરના વિજ્ઞાનના સ્નાતક (બી.એસસી.) ડિગ્રીધારકો માટે રોજગારીની ભેટ મળે તેવું આયોજન મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા રાજ્યમાં તત્કાલ આરોગ્યલક્ષી ઇમરજન્સી સેવા પૂરી પાડતી 108 ઇમરજન્સી સર્વિસ (જીવીકે-ઇએમઆરઆઇ)માં રાજ્યવ્યાપી 400 જેટલી જગ્યાઓ માટે એમ.કે.બી.યુનિ.ના સાયન્સમાં એમએસસી કે બીએસસીની ડિગ્રી ધરાવતા યુવાનો માટે તા.29 ઓક્ટોબરને શુક્રવારે આયોજન કરાયું છે.

આ કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવમાં જોડાવા માટે આવતી કાલ તા.27 ઓક્ટોબરને બુધવારે યુનિ.ની વેબસાઇટ પર લિન્ક મુકવામાં આવશે અને બે દિવસ સુધી તેમાં નામ નોંધણી કરી શકાશે. આ અંગે આજે માહિતી આપતા કુલપતિ ડો.મહિપતસિંહ ચાવડાએ જણાવ્યું હતુ કે 29 ઓક્ટોબરને શનિવારે રાજ્ય સરકાર સાથે પીપીપી મોડથી કામ કરતી અને ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે પ્રમુખ સેવા પુરી પાડતી GVK-EMRI (108 ઇમરજન્સી સર્વિસ) કંપની સાથે મળીને રાજ્યવ્યાપી 400 જેટલી જગ્યાઓ માટે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ના એમ.એસસી. અથવા તો બી.એસસી.ની ડિગ્રી ધરાવતા (સ્ટેટેસ્ટિક્સ અને મેથ્સ સિવાયના) યુવાનો માટે સ્પેશિયલ કેમ્પસ ડ્રાઇવનું આયોજન કરાયું છે.

જેમાં યુનિ. સંચાલિત સાયન્સ કોલેજો તથા યુનિ.ના ભવનના સ્નાતક કક્ષાએ પાસ તથા અનુસ્નાતક કક્ષાએ ભણતા કે ડિગ્રીવાળા યુવકો ભાગ લઇ શકશે. આ કેમ્પસ ઇન્ટરવ્યૂમાં પસંદ થનારા વિદ્યાર્થીઓને કંપની દ્વારા ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની તાલીમ અપાશે. તેમની પસંદગી મેરિટ મુજબ રૂ.17 હજારના પગાર સાથે કરવામાં આવશે. આ કેમ્પસ ઇન્ટરવ્યૂમાં ભાગ લેવા માટે ડિગ્રીની જરુરી લાયકાત ધરાવનારા વિદ્યાર્થીઓ માટે યુનિ.ની વેબસાઇટ પર ગૂગલ લિન્ક તા.27 ઓક્ટોબરના રોજ મુકવામાં આવશે. તા.28 ઓક્ટોબરના રોજ સાંજે 5 વાગ્યા સુધી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

ફોર્મની ડાઉલોડ કરેલી કોપી સાથે તા.29 ઓક્ટોબરને શુક્રવારે સવારે 8 કલાકે જૂના સેનેટ હોલ ખાતે હાજર રહેવું. આ કેમ્પસ ઇન્ટરવ્યૂ માટે વિશેષ પૂછપરછ માટે ડો.ઓમ ત્રિવેદીનો મોબાઇલ નંબર 9924343536 ઉપર સંપર્ક કરવાનો રહેશે. કોઇ વિદ્યાર્થીને વિશેષ તકલીફ ન પડે તે માટે એક વિશેષ ટીમની રચના પણ યુનિ. કક્ષાએ કરવામાં આવી છે. આ કેમ્પસ પ્લેસમેન્ટમાં 350 જેટલા વિદ્યાર્થીઓની નામ નોંધણી થઇ ગઇ હોવાનું જણાવાયું હતુ. આ ડ્રાઇવમાં જેટલા વિદ્યાર્થીઓ એમકેબી યુનિ.ના પસંદ થશે તેને પ્રથમ પ્રેફરન્સ અપાશે બાદમાં જગ્યા ખાલી રહેશે તો જ અન્ય યુનિ.ના સ્નાતકોને તક મળશે.

અન્ય સમાચારો પણ છે...