તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:ગોળીબાર હનુમાન મંદિરના મહંત મદનમોહનદાસ બાપુએ 113 વર્ષની ઉંમરે વેક્સિન લીધી

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારના મહા અભિયાન ને ઉત્સવની જેમ વધાવો : મદનમોહનદાસ બાપુ

ભાવનગર શહેર મધ્યે લોક આસ્થા-ભક્તિના અનેરા કેન્દ્ર બિંદુ અને 250 વર્ષ જૂના ગોળીબાર હનુમાનજી મંદિરના 113 વર્ષની વય ધરાવતા મહંત પૂ.મદનમોહનદાસ બાપુએ કોરોના વેક્સિન લઈને રાષ્ટ્ર ભક્તિ નો આગવો પરચમ લહેરાવ્યો છે.

સંત,સૂરા ને દાતારો ની ખમીરવંતી માં ભોમ એટલે સોરઠની ભૂમિ આ ધરામાં કંઈ કેટલાય સુરવીરો સંતો મહંતો દાતારો સમાજશ્રેષ્ઠીઓ વિશ્વ રંગમંચ ને ભેટ ધર્યા છે આ સૌરાષ્ટ્ર ની ભૂમિને સંતોની ધરણી નું બિરૂદ આપવામાં આવ્યું છે અહીં થયેલા ઓલીયા યુગ પુરુષો મહા પુરુષો સ્વર્ગે સિધાવ્યા બાદ પણ લોક આસ્થાના હદયમાં પાવન પરચા હળહળતા કળીયુગમાં પણ પુરે છે સકળ જગતમાં મનખ ને (માણસને) જયારે જયારે પણ ભીડ(સંકટ) પડી ત્યારે ત્યારે તારણહાર ઉધ્ધારક સંતો જ બન્યાં છે હાલમાં વિશ્વભરમાં કોરોના મહામારી એ હાહાકાર મચાવ્યો છે.

ભાવનગર શહેર-જિલ્લામાં બીજી લહેર નબળી પડી રહી છે અને સરકાર-તબીબ વિજ્ઞાન સંભવિત ત્રીજી લહેરને ટાળવા મહામારી સામે ઢાલ બની રક્ષણ બક્ષતી કોરોના વેક્સિન લેવા જણાવી આગ્રહ ભરી અપીલ કરી રહ્યા છે છતાં આંધળી અંધશ્રદ્ધામાં આળોટતા પામરો (માણસો) વેક્સિન નો ડોઝ લેવા તૈયાર નથી થઈ રહ્યાં એવાં સમયે ભાવનગર શહેરમાં લોકોની આસ્થા-ભક્તિ નું આદર્શ હદયસ્થ કેન્દ્ર બિંદુ ગણાતાં અને શહેર મધ્યે જવાહર મેદાન પાસે આવેલ આશરે 250 વર્ષ જૂના મંદિરમાં જેની ગણતરી કરવામાં આવે છે એવા ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત અને ભગવાનશ્રી હનુમાનજી ના પરમ-તેજોમય ઉપાસક પૂ.મદનમોહનદાસ બાપુ કે જેમની વય હાલમાં 113 વર્ષની છે અને મહદઅંશે નાદુરસ્ત તબિયત ધરાવે છે છતાં આ ઓલીયા સંત મહંતે રાષ્ટ્ર ભક્તિ કાજે કોરોનાની વેક્સિન લીધી છે.

ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત પૂજ્ય મદન મોહનદાસ બાપુએ ભક્તો ને જણાવ્યું હતું કે સરકારના આ મહા અભિયાન ને ઉત્સવની જેમ વધાવો સમાજનો પ્રત્યેક નાગરિક વેક્સિનેશન અવશ્ય કરાવે અને સ્વસ્થ ભારત સુરક્ષિત ભારત મહા અભિયાનમાં પોતાનું યોગદાન આપી રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરે...! આજે સમાજમાં ભણેલ-ગણેલ વ્યક્તિ ઓ પણ અંધશ્રદ્ધા ના આડંબર માં અટવાયેલા રહે છે ત્યારે એક સિદ્ધ પુરૂષ શતક સંત શુરવીર એ ઐતિહાસિક દાખલો બેસાડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...