રાજ્યભરમાં ફેલાયેલાં લમ્પી વાયરસ સામે સુરક્ષાત્મક પગલાં તરીકે પશુઓનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત ભાવનગરના સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે ગૌધનને લમ્પી રોગચાળાથી રક્ષિત કરવાં માટે આજે રસીકરણ કરવામાં આવ્યું હતું.
ઈશ્વરિયા ગામે 500થી વધુ પશુધનને રસીકરણ કરાયું
આ આયોજનમાં સાથે રહેલા કાર્યકર્તા હિતેશગીરી ગોસ્વામીએ જણાવ્યા હતું કે, ઈશ્વરિયા ગામે લમ્પી રોગચાળાના વચ્ચે તકેદારી રૂપે 500થી વધુ પશુધનને આજે રસી મૂકવામાં આવી હતી. જેનો લાભ ગામના મોટાભાગના પશુપાલકોને મળ્યો હતો. ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અંતર્ગત ઈશ્વરિયા દૂધ સહકારી મંડળીના સંકલન સાથે પશુ ચિકિત્સક ડો. ધવલભાઈ સોલંકી દ્વારા ગામના ગાય અને વાછરડાને રસી મૂકવામાં આવી હતી.
પશુપાલકઓમાં ફફડાટ ફેલાયો
લમ્પી વાયરસના કેસ ભાવનગર જિલ્લામાં વધી રહ્યા છે તેથી પશુપાલકઓમાં ફફડાટ ફેલાયો છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં લમ્પી વાયરસના 100થી વધુ કેસ નોંધાયા હતા. જેમાં ભાવનગર લમ્પી વાઈરસના કુલ આંક 485 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 22 ગાય-બળદના મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે. લમ્પી વાયરસના જૂદા-જૂદા ગામોમાં પ્રવેશ થઈ રહ્યો છે તેથી પશુપાલન વિભાગની દોડધામ વધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.