તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વસમી વિદાય:માતા-પિતાનું છત્ર ટુંકા સમયમાં ગુમાવ્યુ, જીવનમાં ખાલીપો

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રેમ લગ્ન હતા, સાથે જીવ્યા, એકજ દિવસે મૃત્યુ - Divya Bhaskar
પ્રેમ લગ્ન હતા, સાથે જીવ્યા, એકજ દિવસે મૃત્યુ
  • કોરોના સંક્રમિત દંપતિનું ટુંકા સમયમાં નિધન, હવે બચી યાદ

કોરોનાની દ્વિતિય લહેરમાં ભાવનગર શહેરના અનેક ઘર ઉજ્જડ બની ગયા છે, અનેક પરિવારોને આ વૈશ્વિક બિમારીએ ક્યારે ભૂલી ન શકાય તેવા ઘા માર્યા છે. હસતા-રમતા-સુખી પરિવારોના માળા ગણતરીના દિવસોમાં વિખાય ગયા છે. હવે આવા ઘરમાં કોઇ ટપારવા વાળા, માર્ગદર્શક રહ્યા નહીં.

ભાવનગરમાં એવા ઘણા પરિવારો છે જેઓઅે માતા-પિતાની છત્રછાંયા ગુમાવી છે. આવા પરિવારોમાં હવે કોઇ રોકવા-ટોકવા વાળુ, પ્રેરણાસ્ત્રોત વાતો, જીવનના જુદા જુદા તબક્કાને સહન કરતા શિખવવા વાળું કોઇ રહ્યું નહીં.

પ્રેમ લગ્ન હતા, સાથે જીવ્યા, એકજ દિવસે મૃત્યુ
સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી ટીમના જમણેરી ફાસ્ટ બોલર અને સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના પૂર્વ કર્મચારી પ્રભૂજી પરમાર અને તેઓના ધર્મપત્ની ગીતાબેન પરમારે પ્રેમલગ્ન કર્યા હતા. 51 વર્ષનું સફળ દાંપત્ય જીવન માણ્યા બાદ 25મી મેના રોજ બંનેએ એક સાથે કોરોનાની સારવાર દરમિયાન અંતિમ શ્વાસ પણ સાથે જ લીધા. તેઓના પુત્ર દર્શનભાઇના જણાવ્યા પ્રમાણે કોરોના બંનેને સાથે ડિટેક્ટ થયો, સાથે સારવાર કરાવી અને એકજ દિવસે અંતિમ શ્વાસ પણ સાથે લીધા. પરિવારમાંથી માતા-પિતાની ઓચિંતા આ દુનિયામાંથી વિદાય લેવાથી અમારા જીવનમાં શુન્યાવકાશ છવાઇ ગયો છે, ઘરના ખુણેખુણે રડી રહ્યા છે.

સંગીત પ્રેમી દંપતિની ટુંકા ગાળામાં વિદાય
ભાવનગરની ભાગ્યે જ કોઇ વ્યક્તિ હશે જે સુરીલી-સાંજ કાર્યક્રમથી વાકેફ ન હોય. રાજેષભાઇ વૈશ્નવ ભાવનગર મહાનગરપાલિકાના નિવૃત્ત અધિકારી, માધુરીબેન વૈશ્નવ સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના નિવૃત્ત કર્મચારી. બંનેનું જીવન સુરીલુ હતુ. સુરીલી સાંજ કાર્યક્રમનો પાયો નાંખી 21 વર્ષ સુધી સફળતા પૂર્વક ચલાવ્યુ છે. તેઓના પુત્ર હિરેનભાઇના જણાવ્યા પ્રમાણે માતાનું 15મી એપ્રિલે કોરોનાની સારવારમાં અવસાન થયુ, તેઓની સારવાર દરમિયાન પિતા પણ સંક્રમિત થયા અને તેઓએ પણ 5મી મેના રોજ દુનિયાને અલવીદા કહ્યુ. પરિવારમાં જાણે કે ખાલીપો છવાઇ ગયો હોય તેમ માતા-પિતા ટુંકા ગાળામાં જતા રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...