વિશેષ:માસિક સ્ત્રાવ વહેલા કે મોડા કરવાની દવાઓથી નુકશાન

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દવાની જરૂર ન હોવા છતાં તહેવાર, પ્રસંગ, ક્યાંય આવવા- જવાનું હોય તે સમયે કરાતો ઉપયોગ
  • છેલ્લા 10 વર્ષથી અંદાજે 10 થી 15% ઉપયોગ કરતી સ્રીઓ

મહિલાઓને કુદરતી ક્રમ પ્રમાણે દર 28 દિવસે આવતા માસિક સ્ત્રાવને વહેલા કે મોડા કરવા માટે કોઈ દવાઓ ન લેવી જોઈએ. કારણ કે આ દવા સીધી જ તેના હોર્મોન્સને અસર કરે છે. જે નુકસાનકારક જ સાબિત થાય છે. ઈન્ટરનેટનું ચલણ વધ્યા બાદ છેલ્લા 10 વર્ષથી અંદાજે 10 થી 15% જેટલી મહિલાઓમાં ઉપયોગ વધી રહ્યો છે.

મહિલાઓ માસિક સ્ત્રાવને વહેલા તથા મોડા કરવાની દવાઓ લઈને કુદરતી ક્રમ તોડીને નુકશાન પહોચાડે છે. છેલ્લા 10 વર્ષથી આ દવાનું વેચાણ વધી રહ્યુ છે. જેમાં પ્રીમોલ્યુટ-એન નામની દવાનું વેચાણ ખુબ છે. અંદાજે 10 થી 15% જેટલી મહિલાઓ આ દવાઓનો ઉપયોગ કરી રહી છે. ઈન્ટરનેટ પરથી અપુરતી જાણકારીથી લીધેલ દવાને કારણે મહિલાનાં હોર્મોન્સમાં ફેરફાર થવાથી આવનારા 4 થી 5 માસ સુધી અનિયમિત ખુબ વધારે કે ખુબ ઓછા પ્રમાણમાં માસિક સ્ત્રાવ થઈ જવા પામતો હોય છે.

આ દવા લેવા ભારતનાં લોકોની માન્યતા જ મુખ્ય કારણ જવાબદાર છે. કે કોઈ તહેવાર, કોઈ પ્રસંગ, ક્યાંય આવવા- જવાનું હોય વગેરે સમયે મહિલાઓ તેના માસિકના સમયગાળામાં વધારો કે ઘટાડો કરવા દવાઓ લેતી હોય છે. જેની ખરેખર મોટેભાગે જરુર જ નથી હોતી. આ દવાઓ તેમના સ્વાસ્થ્યને નુકશાનકારક હોય છે.

એક સર્વે અનુસાર, ભારતમાં અંદાજિત 71 ટકા યુવતીઓને માસિક સ્ત્રાવ અને આ દરમિયાન સ્વસ્છતાની જાળવણી અંગે પુરતી માહિતી નથી. આ જ સમય છે જ્યારે આપણે યુવતીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેઓને માસિક અને હાઇજિનની માહિતી આપીએ. માસિક સ્ત્રાવ દરમિયાન યોનિમાર્ગમાં pH લેવલ હાઇ થાય છે જે સારાં બેક્ટેરિયાને નુકસાન પહોંચાડે છે. પરિણામે સ્ત્રીઓમાં ઇન્ફેક્શનની સમસ્યા વધી જાય છે. જો તમે કાપડનો ઉપયોગ કરતાં હોવ તો સૌથી પહેલાં તે સ્વસ્છ કાપડ હોવું જોઇએ.

માસિક સ્ત્રાવને વહેલું કે મોડુ કરવાની દવા ન લેવી જોઈએ
કુદરતી ક્રમમાં આવતા માસિક સ્ત્રાવને વહેલું કે મોડું કરવાની દવા ન જ લેવી જોઈએ. માસિક દરમિયાન થતા દુ:ખાવા માટે સાદી દવા જે ડોક્ટર લખી આપે તે કોઈ નુકસાન નથી કરતી. જરૂર મુજબ તે ચોક્કસ લેવી જોઈએ. > ડો.ડિમ્પલ નિલય મહેતા, ભાવનગર ઓબસ્ટેટ્રીક એન્ડ ગાયનેકોલોજીસ્ટ સોસા.ના પ્રેસિડેન્ટ.

અન્ય સમાચારો પણ છે...