નિર્ણય:આ વર્ષે શહેરમાં ભવ્યતાભેર ફરશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર્યભાર સોંપવા માટે બેઠક યોજાઇ ગઇ
  • કોરોનાની મહામારી શમી જતા બે વર્ષના બ્રેક બાદ આ વર્ષે પહેલી જુલાઇએ રથયાત્રા યોજાશે

આ વર્ષે કોરોનાનો પ્રકોપ શમી ગયો હોય ભાવનગર શહેરમાં બે વર્ષના બ્રેક બાદ આગામી અષાઢી બીજના રોજ જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 1લી જુલાઈ ના રોજ રથ યાત્રા સાથે ભગવાન જગન્નાથજી તેમના મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે તેના નિયત રૂટ પર ફરી ભકતોને દર્શન આપશે. ભાવનગરની આ રથયાત્રા અમદાવાદ બાદ ગુજરાતની બીજા ક્રમની સૌથી વિશાળ રથયાત્રા છે.

ટ્રસ્ટના અધ્યક્ષ હરૂભાઇ ગોંડલીયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે આગામી 22 તારીખના રોજ કાર્યાલયના ઉદ્ઘાટન બાદ સમગ્ર આયોજનને આખરી ઓપ અપાશે. ભગવાન જગન્નાથજીની કૃપાથી હવે કોરોનાની મહામારીનો નાશ થયો છે ત્યારે આ વર્ષે પહેલી જુલાઇને શુક્રવારે ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની 37મી રથયાત્રા ભવ્યાતિભવ્ય રીતે યોજાશે.

આ રથયાત્રાના આયોજન અને વ્યવસ્થા માટે રથયાત્રા સમિતિના આગેવાનો અને કાર્યકરોની એક મિટિંગ ગોંડલીયા વાડી ખાતે યોજાઈ હતી જેમાં આગેવાનો તેમજ કાર્યકર્તાઓને જુદી-જુદી વ્યવસ્થાઓની જવાબદારી સોંપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...