ગઢડા:બીજા દિવસે ચારભાઈ બીડી લેવા લોકોની લાંબી લાઇન લાગી, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

ગઢડા3 વર્ષ પહેલા
બીડી માટે લાંબી લાઇન લાગી
  • દુકાનદાર દ્વારા ફક્ત એક વ્યક્તિને વ્યાજબી ભાવે એક બીડીનો જ બાંધો જ આપવામાં આવે છે

ગઢડા શહેરમા આજે બીજા દિવસે પણ ચારભાઈ બીડી લેવા લોકોની પડાપડી થઇ હતી. શહેરના એક જનરલ સ્ટોરમાં નાના પાન-બીડીના વેપારીઓની લાઈન લાગી હતી. ચારભાઈ બીડી લેવા માટે  વેપારીને ત્યાં સવારથી જ લાંબી લાઈન જોવા મળી રહી છે. દુકાનદાર દ્વારા ફક્ત એક વ્યક્તિને વ્યાજબી ભાવે એક બીડીનો જ બાંધો જ આપવામાં આવી રહ્યો છે.ગઢડા પંથકના પાન-માવાના નાના વેપારીઓની લાગેલી લાઈનોએ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

ભાવનગરમાં તમાકુ લેવા લોકો સવારથી લાઇનમાં ઉભા રહી ગયા

ભાવનગરના મામાકોઠાર રોડ પર બાબા તમાકુના વેપારીને ત્યાં તમાકુના પેકેટ મેળવવા માટે સવારના સાત વાગ્યાથી લોકો લાઈન લગાવીને ઉભા રહ્યા હતા. પાન-મસાલાની કેબિન, દુકાન ચલાવતા લોકોને બાબા તમાકુના હોલસેલ વેપારીએ આવતીકાલે સવારે તમામને પાંચ પાંચ પેકેટ આપવામાં આવશે તેવું કહેવામાં આવતા નાના વેપારીઓ સવારના સાત વાગ્યાથી આવવાના શરૂ થઈ ગયા હતા અને લાઈન લગાવીને ઉભા રહી ગયા હતા. પરંતું ચાર-પાંચ કલાક ઉભા રહેવા છતાં વેપારી તરફથી તમાકુ નહીં મળતાં નાના વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.  ઉપસ્થિત લોકોએ એવું પણ કહેતા હતા કે તપાસ ટીમના અધિકારીઓએ GSTમાંથી માર્ચ મહિનાથી આજસુધીમાં કેટલી ખરીદી કરી અને કેટલો સ્ટોક છે તેની માહિતી મેળવી જોઈએ તો સત્ય બહાર આવી જાય.

(ભરત વ્યાસ, ભાવનગર)

અન્ય સમાચારો પણ છે...