તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:જિમની સુવિધા સાથેના ભાવનગરના એક માત્ર પરશુરામ પાર્કનું લોકાપર્ણ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવનિર્મિત પાર્કમાં લેન્ડ સ્કેપિંગ, વોકિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા, લાઇટિંગ સહિતના આકર્ષણનો સમાવેશ

ભાવનગરમાં નિર્જળા એકાદશી ભીમ અગિયારના અને વિશ્વ યોગ દિવસે બે મુખ્ય કામો લોકાર્પિત કરાયા હતા. જેમાં ભાવનગર શહેરમાં જિમની સુવિધા સાથેના એક માત્ર પરશુરામ પાર્કનું લોકાર્પણ કરાયું હતુ. કોરોના મહામારી બાદ ઘણા વખતે વિકાસ કામોના મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવેના હસ્તે લોકાર્પણ કરાયા હતા.

શહીદ મોખડાજીની 12 ફૂટ ઊંચી અશ્વરૂઢ બ્રોન્સ કાસ્યની 26.48 લાખના ખર્ચે બનેલી પ્રતિમા લોકાર્પિત કરાઈ હતી. જ્યારે સુભાષનગરમાં ધર્મરાજ સોસા પાસે "પરશુરામ પાર્ક"નું 3626 ચો.મી. 39000 ચો.ફૂટના વિશાળ ગાર્ડનનું લોકાર્પણ કરાયું હતુ. જેમાં જેમાં સુંદર લેન્ડ સ્કેપિંગ, 4 ગેઝીબો પેવડ અને અનપેવડ વોકિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા, આકર્ષક લાઇટિંગ, જિમ હોલ, કમ્પાઉન્ડ વોલ, પ્લાન્ટશન સહિતની સગવડ સાથેના પાર્કનું લોકાર્પણ કરાયું હતુ. પરશુરામ પાર્ક અને મોખદાજીની પ્રતિમાના લોકાર્પણ કાર્યક્રમમાં મેયર કીર્તિબેન ધારાસભ્ય જીતુભાઇ વાઘણી, ભરતભાઇ બુધેલીયા, કોર્પો. ના તમામ પદાધિકારીઓ , ભાજપ શહેર પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, મહામંત્રીઓ, ક્ષત્રિય સમાજના પ્રમુખ વસુદેવસિંહ, બ્રહ્મ સમાજના તેજસ જોશી, ગૌતમ દવે વિગેરે લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...