તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંદાજપત્ર:10 તાલુકામાં દર 100 દિવસે લોકસંવાદ સેતુ કાર્યક્રમ

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા પંચાયતનું રૂ.1041 કરોડનું વાર્ષિક બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી યોજાતા જિલ્લા પંચાયતમાં ભાજપે 40માંથી 31 બેઠકો બેઠકો મેળવી બહુમતિ મેળવ્યા બાદ આજે ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી જેમાં રૂ.1041 કરોડના વાર્ષિક બજેટને સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી.ચૂંટણી બાદ આજે પ્રથમ સામાન્ય સભા મળી હતી.

આજે સવારે મળેલી સામાન્ય સભામાં સને 2020-21ના વર્ષનું સુધારેલ અને વર્ષ 2021-22ના વર્ષનું અંદાજપત્ર રજુ થયું હતું.જેમાં સરકારી પ્રવૃત્તિઓ અને સ્વભંડોળની આવક મળીને કુલ સુચિત અંદાજિત આવક રૂ.1041.6 કરોડ તેમજ ખુલતી સિલક રૂ.363.19 કરોડ મળીને કુલ 1404.26 કરોડની સામે રૂ.1035.20કરોડના ખર્ચની જોગવાઇ કરી વર્ષના અંતે રૂ.369.05 કરોડનું પુરાંતલક્ષી બજેટ રજુ થયું હતું.આમ આજે મળેલી સભામાં જિલ્લા પંચાયતનું રૂ઼.1041.06.57.000 કરોડના બજેટને મંજુર કરાયું હતું.

 જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ સિહોરા,જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાહુલ ગમારા,જિલ્લા પંચાયત હિસાબી અધિકારી જે.આર.જેબલીયા તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતા.

જિલ્લાના વિકાસ માટે પંચવર્ષિય આયોજન
આજરોજ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અધ્યક્ષ સ્થાનેથી રજુ થયેલા રજુ થયેલા ઠરાવમાં જાન્યુઆરી-2025માં ભારતના સંવિધાનને 75 વર્ષ પૂર્ણ થશે એટલે વર્ષ-2025-26 સંવિધાનના અમૃત મહોત્સવ તરીકે ઉજવવામાં આવશે.આ પંચવર્ષીય યોજના હેઠળ આવનારા 5 વર્ષ સુધી જિલ્લા પંચાયતનું અંદાજપત્ર અને 15 માં નાણાપંચ યોજનાનું આયોજન ઉદેશો સાથે પૂર્ણ કરવા વિચારણા હેઠળ છે.જેમાં જિલ્લામાં સ્વચ્છતા,પીવાના પાણીની સુવિધા,પાયાની સુવિધાઓ,સિંચાઇ,શિક્ષણ,આરોગ્ય,મહિલા અને બાળ કલ્યાણ,રોજગાર અને કૌશલ્યો વર્ધન,પશુપાલન,કૃષિ,સમાજ કલ્યાણ સહિતના જિલ્લાના વિકાસ કામો પરિપૂર્ણ કરાશે અને તે માટેની સરકારમાંથી ગ્રાંટની ફાળવણી કરાશે.

સભામાંથી સાંભળેલું......

 • આજે મળેલી સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ આ બજેટને ગ્રામ વિકાસલક્ષી બજેટ નહીં હોવાનું ગણાવ્યું હતું. આજની સભામાં વિપક્ષના નેતા પ્રહલાદસિંહ ગોહિલ (પદુભા)એ આક્રમક મુડમાં આવીને ગામડાના વિકાસ માટે કામ કરવા શાસક પક્ષને જણાવ્યું હતું. ગામડામાં રમત ગમતના મેદાન માટે ખર્ચનો પ્રશ્ન ઉઠાવ્યો હતો આ ઉપરાંત બીપીએલ કુંટુંબોને સહાય અપુરતી છે જે બજેટમાં સુધારવાની જરૂર છે,રખડતા ભટકતા ભુંડ અને રોજના ત્રાસ અંગે આ બજેટમાં જોગવાઇ કરવા માંગ કરી હતી.ખેડૂતોને લગતા કામ માટે વધારે રકમ ફાળવવા માંગ કરી હતી.
 • દાઠા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના કાજલબેન ભમ્મરે વિધવા મહિલાઓ માટે ગ્રાન્ટ ફાળવાઇ નથીનો પ્રશ્ન ઉઠાવ્યો હતો તેમજ પ્રાથમિક શાળામાં લાઇબ્રેરી માટે રૂ.50 હજાર જ કેમ ? વધુ રકમ ફાળવવા માંગ કરી હતી

લોક સંવાદથી પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ
જિલ્લાના દસ તાલુકામાં લોકોની ફરિયાદો,રખુઆતો,પેન્ડીંગ કામગીરી બાબતે લોકો સીધો સંવાદ કરી શકે તે માટે દર 100 દિવસ પૂર્ણ થયે લોકસંવાદના માધ્યમથી લોકોને સાંભળી પ્રશ્નોના નિરાકરણ લાવવા વ્યવસ્થા કરાશે.લોક સંવાદથી પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો