તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:લોકડાઉનમાં પણ કિડનીના દર્દીઓ માટે કાર્યરત છે સર્વમિત્ર પરિવાર, જરૂરિયાતમંદ દર્દીઓ માટે દવાની વ્યવસ્થા કરાઇ

ભાવનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાના ચેપનો સૌથી વધુ ડર આ રોગવાળાને વધુ
 • બગદાણા, સિહોર, પાલિતાણા સહિતના ગામડા-ગામના જરૂરિયાતમંદ દર્દીઓ માટે થતી દવાની વ્યવસ્થા

કિડનીના દર્દીઓને કોરોનાના ચપથી બિમારીનો સૌથી વધુ ડર છે. જેવી રીતે હાર્ટ પેશન્ટ, ડાયાબિટિસમાં મુશ્કેલી છે, તેવં જકંઈક કિડનીના દર્દીઓનું છે. પરંતુ ભાવનગર શહેરમાં તેમના માટે કાર્યરત અનોખો સર્વમિત્ર પરિવાર લોકડાઉનમાં પણ સેવારત છે. બગદાણા, િસહોર, પાલિતાણા સહિતના ગામડા ગામના જરૂરિયાતમંદ દર્દીઓ માટે સતત દવાની વ્યવસ્થા કરી કુરિયર દ્વારા મોકલાઈ રહી છે.

સર્વમિત્ર પરિવારના નીતિન િત્રવેદીએ માહિતી આપતા જણાવ્યંુ કે, અત્યારના સમયમાં કિડનીના દર્દીઓને નિયમિત દવા મળે તે ખૂબ જરૂરી છે. પરંતુ બહાર નીકળવાની અગવડતા, તેમની આર્થિક નબળાઈ ટ્રાન્સપોર્ટેશન બંધ વગેરે જેવી મુશ્કેલીઓને નિવારવા અમે પાર્સલ સિસ્ટમ અપનાવી છે. પરિવારના પ્રમુખ અમર આચાર્યએ જણાવ્યું કે, કેટલીક દવાઓ અહીં મળતી નથી.  પરિણામે અમદાવાદથી મંગાવીએ છીએ. રેડક્રોસ એમ્બ્યુલન્સ મળતા સગવડતા થાય છે. જો તે દર્દીઓને  સમયસર દવા ન મળે તો તકલીફ વધવાની સંભાવના છે. સર્વ મિત્ર પરિવાર કિડની મિત્ર છે અને તેમને માર્ગદર્શન, ડાયાલિસીસ, સારવાર, હળવાશ માટે પિકનિક જેવી સેવા વર્ષભર બજાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો