બગીચાનો વિરોધ:ભાવનગરના હાદાનગર વિસ્તારમાં બગીચો બનાવવા સામે સ્થાનિક લોકોએ વાંધો ઉઠાવ્યો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બગીચો બને તો આવારાતત્વોને મોકળું મેદાન મળવાની ભીતિ વ્યકત કરી

ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલ કોમન પ્લોટમાં બગીચો બનાવવાની તજવીજ બીએમસી દ્વારા તજવીજ હાથ ધરવામાં આવતા સ્થાનિકો દ્વારા આ ઉદ્યાનના નિર્માણ સામે વાંધો ઉઠાવ્યો છે અને આ પ્લોટ જેતે સ્થિતિમાં પડતર રાખવા માંગ કરી છે.

શહેરના પરા વિસ્તારમાં હાદાનગરમાં સ્નેહમિલન સોસાયટી આવેલી છે. આ સોસાયટીના વિશાળ કોમન પ્લોટમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા લોક સુવિધા અર્થે ગાર્ડન નિર્માણનો નિર્ણય લેવામાં આવ્યો છે અને એ માટે જરૂરી પ્રાથમિક કામગીરી શરૂ કરવામાં આવતા આ વિસ્તારનાં લોકો દ્વારા બગીચો બનાવવા સામે વાંધો ઉઠાવ્યો છે.

અહીં રહેતા લોકો ઈચ્છે છે કે આ પ્લોટ ને જેતે સ્થિતિમાં યથાવત રાખવામાં આવે ગાર્ડન નિર્માણ અંગે લોકો જણાવે છે જો બગીચો બનશે તો અસામાજીક તત્વોને મોકળું મેદાન મળી જશે અને પડ્યાં પાથર્યા અહીં જ રહેશે અહીં કન્યાશાળા આવેલી હોવા ઉપરાંત સ્થાનિક મહિલાઓ-યુવતીઓ ની સલામતી પણ બાગ નિર્માણ થયે જોખમાઈ શકે છે ભૂતકાળમાં અહીં હત્યા જેવાં ગંભીર અપરાધો ની ઘટના ઘટી ચૂકી છે ત્યારે અહીં ગાર્ડન બનાવવું ઉચિત નથી.

કુસુમબેનએ જણાવ્યું હતું કે આસપાસના રહીશોના બાળકો જાહેર રજા તથા વેકેશનના સમયમાં આ પ્લોટમાં ક્રિકેટ મેચ રમતાં હોય જો ગાર્ડન બનાવવામાં આવશે તો બાળકો માટે એકમાત્ર મેદાન પણ છીનવાઈ જશે આથી અહીં કોઈ પણ પ્રકારની સુવિધા ઉભી કરવાને બદલે આ પ્લોટ યથા સ્થિતિમાં અકબંધ રાખવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...