ભાવનગર / કોરોનાથી મોત થયું હોવાનું માની સ્થાનિકોએ અંતિમવિધિ ન કરવા દીધી, 3 કલાક મૃતદેહ રઝળ્યાં બાદ અંતિમ સંસ્કાર કર્યા

X

  • કુંભારવાળા સ્મશાન ગૃહમાં મહિલાના અંતિમ સંસ્કાર કરાયા

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 05:20 PM IST

ભાવનગર. કોરોનાનો ભય એટલી હદે લોકોના મગજ પર છવાઈ ગયો છે કે અંતિમવિધિ માટે આવેલા મહિલાના મૃતદેહને 3 કલાક સુધી રઝળવું પડ્યું અને અંતે બીજા સ્મશાન ગૃહમાં લઈ જઈ અંતિમવિધિ કરવી પડી. ભાવનગરના રહેવાસી શાંતાબેન સેવારામભાઈ મલાણીનું ગઈકાલે મૃત્યુ થયું હતું. જેથી અંતિમવિધિ માટે મૃતદેહને ભાવનગરના સિંધુનગર સ્મશાન ગૃહ ખાતે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ સ્થાનિકો વિરોધ કરી સિઁધુનગર સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવા દીધા ન હતાં.

કોરોનાથી મોત થયું હોવાનું માની સ્થાનિકોએ વિરોધ કર્યો
ઘટનાની વિગત અનુસાર ભાવનગરમાં રહેતા શાંતાબેન સેવારામભાઈ મલાણીનું મોત થયું હતું. અંતિમવિધિ માટે એમ્બ્યુલન્સમાં મૃતદેહને લઈને સિંધુનગર સ્મશાન ગૃહ ખાતે પહોંચ્યા હતા. જ્યા સ્થાનિકોએ એમ્બ્યુલન્સ જોઈને કોરોનાથી મોત થયું હોવાનું માની એકઠા થઈ ગયા હતા અને વિરોધ કર્યો હતો. 3 કલાક સુધી મૃતદેહ રઝળતો રહ્યો હતો પણ સ્થાનિકો માન્ય ન હતાં. છેવટે સ્થાનિકો ન માનતા કુંભારવાડા સ્મશાન ગૃહમાં લઈ જઈને મોડી રાત્રે અંતિમવિધિ કરવામાં આવી હતી.
(ભરત વ્યાસ-ભાવનગર)

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી