રજૂઆત:રખડતા ઢોર, ગંદકી રસ્તાઓ અંગે મ્યુ.તંત્ર સામે કોર્ટમાં દાવો

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના અનેક વિસ્તારોમાં દિન પ્રતિદીન વધતા જતા રખડતા ઢોરોના ત્રાસ, ગંદકી, તેમજ બિસ્માર રસ્તાઓ અંગે ભાવનગર મહાનગર પાલિકાના અધિકારીઓને વારંવાર લેખીત રજુઆત કરવા છતા કોઇ પગલા ન લેવાતા સિંધુનગરના જાગૃત વેપારી નાગરીકો દ્વારા ભાવનગર પ્રિન્સીપલ સીનીયર સીવીલ જજ કોર્ટમાં મહાનગર પાલિકા તથા તેના અધિકારીઓ સામે જાહેર હિતનો દાવો કરેલ છે. જેમાં નામદાર કોર્ટ તરફથી મહાનગરપાલિકા તથા તેના અધિકારીઓને નામદાર કોર્ટે કારણદર્શક નોટીશ આપી જવાબ આપવા હુકમ કરેલ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભાવનગર શહેરમાં રસ્તાઓ તદ્દન બિસ્માર હાલતમાં છે અને તંત્ર દ્વારા તેની કોઈ દરકાર લેવામાં આવી રહી નથી.

અન્ય સમાચારો પણ છે...