દારૂની હેરાફેરી ઝડપાઈ:ભાવનગરના વરતેજ ગામની સીમ માંથી 17 લાખનો દારૂ ઝડપાયો

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહનો, વિદેશી દારૂ, બીયર, મોબાઈલ મળી કુલ રૂપિયા 37 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

વરતેજ ગામની સીમમાં વિદેશી દારૂનું કટીંગ થતું હોવાનું બાતમીના આધારે વરતેજ પોલીસ ત્રાટકી હતી પોલીસે ઘોઘાની નળ તરીકે ઓળખાતી જગ્યાને કોર્ડન કરી અંદર પ્રવેશ્યા ત્યારે 7 જેટલા અલગ અલગ વાહનોમાંથી વિદેશી દારૂનો જથ્થો અને બિયરનો જથ્થો મળી કુલ રૂ.37,17,400 સાથે એક શખ્સની ધરપકડ કરી હતી આ બનાવ અંગે વર્તેજ પોલીસે કુલ મળી 10 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી નાશી છૂટેલા શખ્સોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

વિદેશી દારૂ અને બીયરના જથ્થાનું કટીંગ ચાલી રહ્યું
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ વરતેજ પોલીસ મથકના સ્ટાફને મળેલી બાતમીના આધારે વરતેજ પોલીસ ટીમે વરતેજ ગામની સીમ આવેલ ઘોઘાની નળ તરીકે ઓળખાતી જગ્યામાં દરોડો કર્યો ત્યારે 7 જેટલા વાહનોમાં વિદેશી દારૂ અને બીયરના જથ્થાનું કટીંગ ચાલી રહ્યું હોય પોલીસે નળમાં પ્રવેશી અલગ અલગ પ્રકારના વાહનોમાં તલાસી લેતા બીયર 84 પેટી, અને વિદેશી દારૂનો જથ્થો 395 પેટી, કુલ મળી રૂ.17,12,400 મુદ્દામાલ કબજે કર્યો હતો.

મજૂરો મળી કુલ 10 શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો
દરમિયાનમાં મહેન્દ્ર ઉર્ફે રાજુ શંકરભાઈ ચૌધરીને ઝડપી લીધો હતો જ્યારે અન્ય 9 શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા વરતેજ પોલીસે ફૂલ મળી 7 વાહનો દારૂ અને બિયરનો જથ્થો મોબાઇલ મળી કુલ રૂ.37,17,400 નો મુદ્દામાલ કબજે લીધો હતો. વરતેજ પોલીસે દિગપાલસિંહ ઉર્ફે કુમારપાળસિંહ ગોહિલ, મહેન્દ્ર ઉર્ફે રાજુ શંકરભાઈ ચૌધરી અને 7 વાહનોના અજાણ્યા ચાલકો તથા કટીંગ કામગીરી કરી રહેલા મજૂરો મળી કુલ 10 શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...