તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશેષ:માસિકસ્રાવ દરમિયાન વેક્સિન માટે લીલીઝંડી

ભાવનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ગર્ભવતી મહિલાઓ હજી રાહ જુએ , માસિકસ્રાવનાં સમયમાં કોઈ નબળાઈ કે આડઅસરો થઈ નથી

અત્યારે સોશીયલ મીડિયા ની યુનિ. માં વેક્સિન ને લઈને આડેધડ અલગ અલગ પ્રકારના મેસેજ ફરી રહ્યા છે. આ મેસેજ માં મહિલાઓને ગર્ભવતી હોવાના સમયે અને માસિકસ્રાવ નાં સમયગાળા દરમિયાન વેક્સિન ન લેવાની સલાહ આપવામાં આવી છે. આ એક મુદ્દે ઘણાખરા પ્રકારની વાતો ચાલી રહી છે ત્યારે ખરેખર આ વાતોમાં કોઈ તથ્ય છે કે ફક્ત અફવા છે તે અંગે સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાત ડો. રજની પરીખ ( હેડ, સ્ત્રીરોગ વિભાગ, સર.ટી. હોસ્પિટલ ) અને ડો. ડિમ્પલ મહેતા ( સ્ત્રીરોગ નિષ્ણાત અને ઈનફર્ટીલીટી સ્પેશિયાલીસ્ટ ) સાથે વાત કરીને જાણકારી મેળવવામાં આવી છે.

પ્રશ્ન : માસિકસ્રાવ નાં સમયગાળા દરમિયાન વેક્સિન લઈ શકે કે નહિ ?
જવાબ : મહિનાના કોઈપણ સમયગાળામાં મહિલાઓ વેક્સિન લઈ શકે છે. તેમાં વાંધાજનક નથી.
પ્રશ્ન : શું મહિલાઓને માસિકસ્રાવ નાં 5 દિવસ પહેલા અને પછી રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે ?. જો હા તો વેક્સિન લેવું હિતાવહ છે ?
જવાબ : વૈજ્ઞાનિક રીતે માસિકસ્રાવ અને રોગપ્રતિકારક શક્તિ ને કોઈ લેવા દેવા નથી. વેક્સિન લેવાથી કોઈ તકલીફ થઈ શકે નહિ.
પ્રશ્ન : મહિલાઓ જો માસિકસ્રાવ દરમિયાન વેક્સિન લેવા જાય તો કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ?
જવાબ : જે મહિલાઓને વધારે પડતો દુખાવો રહેતો હોય તેઓ પોતાના સ્ત્રીરોગ નિષ્ણાત દ્વારા આપવામાં આવેલી પેઈન કિલર લઈને જઈ શકે છે.
પ્રશ્ન : જે મહિલાઓને વધુ રક્તસ્રાવ નાં લીધે નબળાઈ રહેતી હોય તેવી મહિલાઓએ ક્યારે વેક્સિન લેવી ?
જવાબ : જે મહિલાઓને વધુ રક્તસ્રાવ થતો હોય તેઓ હળવો નાસ્તો કરીને વેક્સિન લેવા જઈ શકે. ઘણી મહિલાઓ એમ પણ ઇન્જેક્શન થી ડરતી હોય છે માટે ચક્કર આવી જતા હોય છે. પરંતુ વેક્સિન નાં લીધે કોઈ તકલીફ થતી નથી.
પ્રશ્ન : વેક્સિન લીધા પછી આવી મહિલાઓને નબળાઈ આવી જાય તો શું કરવું ?
જવાબ : ઘણી મહિલાઓને પહેલેથી જ હિમોગ્લોબીન ઓછું હોય છે આ કેસમાં નબળાઈ રહેતી હોય છે. તેમને ખાવા પર અને વધુ પ્રવાહી લેવા પર ધ્યાન આપવું જોઈએ. જો પહેલેથી નબળાઈ વિશે ખ્યાલ હોય તો માસિકસ્રાવ પછીના દિવસોમાં વેક્સિન લેવી.
પ્રશ્ન : વેક્સિન લીધા પછી મહિલાઓનાં માસિક ચક્રને કોઈ અસર થાય ખરી ?
જવાબ : ના. વેક્સિન લીધા પછી સામાન્ય લોકોની જેમ અમુકવાર તાવ, કળતર વગેરેની ફરિયાદ આવી શકે જેમાં પેરા સિટામોલ જેવી દવા લઈ પણ શકાય. એ સિવાય કોઈપણ પ્રકારના ફેરફાર થશે નહિ.
પ્રશ્ન : ગર્ભવતી મહિલાઓ વેક્સિન લઈ શકે કે નહિ ?
જવાબ : ભારતમાં હજી આ વિશે પ્રયોગો ચાલી રહ્યા છે. કારણકે કોરોના ની વેક્સિન તાત્કાલિક આવેલ ઈલાજ છે તેથી માણસો પર તેનો વધારે અસરો જોવાનો સમય મળ્યો નથી. અત્યારે ભારતમાં ગર્ભવતી મહિલાઓને વેક્સિન આપવામાં આવી રહી નથી.
પ્રશ્ન : જે મહિલાઓ સંતાન ઈચ્છી રહી હોય તેમની માટે વેક્સિન ફાયદાકારક છે કે નહિ?
જવાબ : જે મહિલાઓ વેક્સિન લે છે તેમણે તરત બેબી પ્લાનિંગ ન કરવું હિતાવહ છે. વેક્સિનનાં એન્ટીબોડી શરીરમાં બનવાના શરૂ થયા હોવાથી વેક્સિન લીધાના 4 મહિના પછી સંતાન માટે પ્રયત્ન કરવો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો