ચોપડા પૂજન:ભાવનગરમાં અક્ષરવાડી ખાતે દરવર્ષની જેમ આ વર્ષે પણ ચોપડા પૂજન કાર્યક્રમ યોજાયો

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો દ્વારા ચોપડા પૂજન કરાવવામાં આવ્યું

ભાવનગર શહેરનાં અક્ષરવાડી ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ સામુહિક ચોપડા-શારદા પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો-સાથે શહેરના શ્રેષ્ઠીઓ અગ્રણી વેપારીગણ બહોળી સંખ્યામાં જોડાયા હતા જેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો દ્વારા ચોપડા પૂજન કરાવવામાં આવ્યું હતું. એ સાથે આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ ચોપડા શાં માટે તે અંગે ધર્મ ઉપદેશ થકી જ્ઞાનામ્રુત પિરસ્યુ હતું.

ભાવનગર શહેર-જિલ્લામાં દિવસોથી ચાલી રહેલી દિપોત્સવ પર્વ શ્રૃંખલાની તૈયારીઓ લોકો એ પૂર્ણ કરી છે આજે રાત પડે અને નવો સૂર્યોદય થાય એવો ઝગમગાટ જોવા મળશે આનંદ ઉમંગ ઉત્સાહનુ તેજોમય પર્વ એટલે દિપાવલી-નૂતનવર્ષ આમ તો દિપોત્સવ પર્વ શ્રૃંખલાની ઉજવણીઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ આજે દિવાળીથી સળંગ પાંચ દિવસ એટલે કે લાભ પાંચમ સુધી પર્વોની ઉજવણીઓ નો દૌર યથાવત રહેશે બેસતાં વર્ષનાં દિવસે દુકાનો-પેઢીઓ ફેક્ટરીઓ સહિતના વ્યવસાયી-વાણીજ્યક એકમોમાં શુકનવંતુ મહૂર્ત કરવામાં આવશે તો અનેક લોકો લાભ પાંચમથી મહૂર્ત સાથે વ્યવસાયી એકમો ફરી શરૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...