તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લામાં હળવા ઝાપટા વરસ્યા

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આજે પણ વરસાદની આગાહી
  • મહુવા, ઘોઘા અને ગારિયાધારમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા, સિઝનનો કુલ વરસાદ 7 ઇંચ

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી વચ્ચે માત્ર હળવા ઝાપટાં વરસ્યા હતા. શનિવારથી શરૂ થયેલા વરસાદના રાઉન્ડમાં હજી ધોધમાર વરસાદ ક્યાંય વરસ્યો નથી. આજે પણ જિલ્લામાં મહુવા ઘોઘા અને ગારિયાધાર પંથકમાં હળવા ઝાપટાંથી સંતોષ માનવો પડયો હતો. જોકે હજી વાદળો ઘેરાયેલા છે અને વરસાદની આશા છે.

ભાવનગર જિલ્લામાં આજે મહુવા પંથકમાં 4 મીમી વરસાદ વરસ્યો હતો જેથી મહુવામાં સિઝનનો કુલ વરસાદ 199 મી.મી. એટલે કે આઠ ઈંચ થયો છે. જ્યારે ઘોઘામાં આજે બે મિલીમીટર વરસાદ વરસતા સિઝનનો કુલ વરસાદ 176 મીલીમીટર થયો છે. તો ગારિયાધારમાં આજે એક મીલીમીટર વરસાદ નોંધાયો હતો જેથી ગારિયાધારમાં સિઝનનો કુલ વરસાદ આઠ ઈંચથી વધી ગયો છે. બાકીના તાલુકાઓમાં ક્યાંય નોંધપાત્ર વરસાદ સાંજ સુધીમાં વરસ્યો નથી. સર્વત્ર વરસાદી વાદળો છવાયાં છે પરંતુ વાદળો વરસતાં ન હોય સૌ કોઈ નિરાશ થાય છે. ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં સરેરાશ વરસાદ 174 મિલીમીટર એટલે કે સાત ઇંચ થયો છે. જે સિઝનના કુલ વરસાદ 595 મી.મી.ના 29.66% થાય છે.

અન્ય સમાચારો પણ છે...