તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સજા:ઝગડો નહીં કરવા સમજાવા ગયેલા યુવાનની હત્યા કરનાર શખ્સને આજીવન કેદ

ભાવનગર6 દિવસ પહેલા
  • ભાવનગર શહેરમાં બે વર્ષ પૂર્વે સીદસર 25 વારીયામાં બનાવ બન્યો હતો

ભાવનગર શહેરના છેવાડે સિદસર 25 વારીયામાં બે વર્ષ પૂર્વે ઝગડો નહીં કરવા સમજાવા ગયેલા યુવાનની મંદિરમાં રાખેલી કટાર છાતીમાં ભોંકી દઇ હત્યા કરવાના બનાવ અંગેનો કેસ આજે ભાવનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો અને સાક્ષી પુરાવાઓ ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રીક્ટ જજ આર.ટી. વાચ્છાણીએ આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. મંદિરમાં રાખેલી કટાર લઇ યોગીરાજસિંહની છાતીમાં ઝીંકી

બે વર્ષ પૂર્વે તા. 25 એપ્રિલ 2019 ના રોજ સીદસર 25 વારીયામાં રહેતા ગીતાબેન નરેશભાઇ ઝાંઝમેરા સાથે આશિષ જગદીશભાઇ મકવાણા નામનો શખ્સ ઝગડો કરતો હતો. ગીતાબેને તેના જમાઇ યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ઉ.વ.21 ને બોલાવેલો અને યોગીરાજસિંહ આશિષને ઝગડો નહીં કરવા સમજાવવા જતા આશિષે ઉશ્કેરાઇ જઇ મંદિરમાં રાખેલી કટાર લઇ યોગીરાજસિંહની છાતીમાં એક ઘા ઝીંકી દેતા ગંભીર ઇજા કરી મોત નિપજાવેલુ હતુ. આ બનાવ અંગે મૃતકના પિતા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાલુભા ગોહિલ ઉ.વ.50 એ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાની કલમ સહીતનો ગુનો નોંધી આરોપીને ઝડપી લીધેલો હતો.

આરોપીને આજીવન કેદની સજા ફટકારી

આ બનાવ અંગેનો કેસ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો, 13 સાક્ષી અને 28 દસ્તાવેજી પુરાવાઓ ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રીક્ટ જજ આર.ટી. વાચ્છાણીએ હત્યાનો ગુનો સાબીત માની આરોપી આશિષ જગદિશભાઇ મકવાણા ઉ.વ.21ને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. તેમજ રોકડ દંડ પણ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...