તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:છેલ્લા 22 વર્ષથી ગ્રાન્ટેડ કોલેજોમાં ગ્રંથપાલની જગ્યાઓ વણપુરાયેલી

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્યાંથી વાંચે ગુજરાત ? સરકારી તેમજ ગ્રાન્ટેડ હાઇસ્કૂલમાં વર્ષોથી લાઇબ્રેરિયનની જગ્યા ખાલી

ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી વાંચે ગુજરાતનું અભિયાન શરૂ કરાયું પણ તેની સામે વરવી વાસ્તવિકતા એ છે કે રાજ્યમાં છેલ્લાં 22 વર્ષથી ગ્રાન્ટેડ કોલેજોમાં ગ્રંથપાલોની ભરતી જ કરવામાં આવી નથી. આ ભરતી બાબતે છેલ્લા 10 વર્ષથી શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગ સમક્ષ શૈક્ષણિક ગ્રંથપાલ બેરોજગાર મંચ દ્વારા રજૂઆત કરવામાં આવે છે પણ માત્ર ખોટા વાયદા જ કરવામાં આવે છે ભરતી નહીં તેમ જણાવાયું છે.

ગ્રંથપાલ વગરની શાળા કે કોલેજોમાં સંશોધન કાર્ય કે નવોન્મેષ પ્રકલ્પોને વેગ મળતો નથી. આથી રાષ્ટ્રીય કક્ષાના શૈક્ષણિક સંસ્થાના રેન્કિંગમાં ટોપ ટેનમાં ગુજરાતની સંસ્થાઓ પાછળ હોય છે. નોલેજ કમિશનના રિપોર્ટ મુજબ ગુજરાત રાજ્યમાં 250થી વધુ કોલેજ અને 5600થી વધારે શાળાઓમાં ગ્રંથપાલની જગ્યાઓ જ નથી. બીજી બાજુ મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનમાં અનુક્રમે 308 અને 700 ગ્રંથપાલની ભરતી યુજીસીના નિયમો મુજબ કરવામાં આવી છે. ગુજરાતમાં ભરતીના કોઇ ઠેકાણા નથી. 2010માં ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ વાંચે ગુજરાત અભિયાન શરૂ કર્યું હતુ પણ 11 વર્ષ થયા છતાં ગ્રંથપાલોની ભરતીની અગવણના થઇ રહી છે.

ગુજરાત રાજ્યની 70 ટકા ગ્રાન્ટેડ કોલેજોમાં ગ્રંથપાલની જગ્યા ખાલી છે. 113 સરકારી કોલેજો પૈકી 52 કોલેજોમાં ગ્રંથપાલની જગ્યા ખાલી છે. એમ.એસ.યુનિ.ને બાદ કરતા તમામ યુનિ.માં ઇન્ચાર્જ ગ્રંથપાલની કામ ચલાવાય છે. આવું જે મેડિકલ કોલેજોમાં છે. સરકારી ઇજનેરી અને ફાર્મસી કોલેજોમાં 90 ટકા સંસ્થાઓમાં ગ્રંથપાલની જગ્યા ખાલી છે. આ સ્થિતિમાં તત્કાલ ભરતી કરવી જરૂરી છે. આ ઉપરાંત િવદ્યાર્થીઓને ઈતરજ્ઞાનના પુસ્તકો માટે ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...