અલંગના અગ્રણી શિપબ્રેકિંગ જૂથ શ્રીરામ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કેન્દ્ર સરકારના પોર્ટ-શિપિંગ મંત્રાલય, વિદેશ મંત્રાલયને પાઠવવામાં આવેલા પત્રમાં યુરોપીયન યુનિયન (ઇ.યુ.) દ્વારા તેઓના માન્યતાપ્રાપ્ત સ્થળો ઉમેરવાની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે ત્યારે ઇ.યુ. દ્વારા સુચવવામાં આવેલા સુધારાઓનો અમલ કરવા જણાવવામાં આવ્યુ છે. શ્રીરામ ગ્રુપના ચેરમેન મુકેશ પટેલ દ્વારા કેન્દ્ર સરકારના બંને મંત્રાલયને પત્ર પાઠવી જણાવવામાં આવ્યુ છે કે, તેઓના શિપબ્રેકિંગ જૂથના 2 યાર્ડ હોંગકોંગ કન્વેન્શન મુજબ, ક્લાસ એન.કે., લોયડ્ઝ રજીસ્ટ્રી જેવા ક્લાસિફિકેશનની સવલતો ધરાવે છે.
યુરોપીયન યુનિયન દ્વારા તેઓના યાર્ડનું વર્ષ 2018 અને 2019માં ઓડિટ પણ કરવામાં આવ્યુ હતુ. શિપબ્રેકિંગ યાર્ડમાં આવશ્યક તમામ બાબતો ક્લીયર કરવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલમાં ખુટતી સવલતો, જોખમી કચરાના સંચાલનની વ્યવસ્થાઓના અપગ્રેડેશન અંગે જીપીસીબીનો સહકાર માંગવામાં આવ્યો છે.
હાલ ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ (ઓઇસીડી) દેશોના ફ્લેગ ધરાવતા જહાજ નોન ઇ.યુ. દેશોમાં ભાંગવા માટે મોકલવાની માન્યતાની યાદીમાં ઉમેરો કરવાની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે. અને ઇ.યુ. દ્વારા તેઓના નિયમોનો ડ્રાફ્ટ કેન્દ્ર સરકારના સંબંધિત મંત્રાલયોને મોકલી આપવામાં આવેલો છે, જેનો ટુંક સમયમાં ઇ.યુ.પાર્લામેન્ટમાં સ્વીકાર થવાનો છે. આ સમગ્ર પ્રકરણે કેન્દ્રને પત્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે કે, ઇ.યુ. સંબંધિત ખુટતી કાર્યવાહી ત્વરીત પર્ણ કરવામાં આવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.