તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કસાણ ગામે થોડા દિવસ પહેલાં આરતી શામજીભાઈ મકવાણા (ઉં.વ.22) પર હુમલો કરતા મોત નીપજ્યું હતું. આરતી રાજપરા ગામથી મજૂરી કામ કરવા કસાણ ગામે આવી હતી. જીવનભાઈ મકાભાઈ મેણીયાની વાડીએ રહી ખેત મજૂરી કરતી હતી. આજે તેમના પરિવારને વન વિભાગ દ્વારા 4 લાખનો ચેક આપવામાં આવ્યો હતો.
દીપડા દ્વારા માનવ ઇજા કે મૃત્યુ થાય તો સહાય આપવામાં આવે છે
મહુવા ફોરેસ્ટ અધકારી નિલેશભાઈ વેગટાએ જણાવ્યું હતું કે, સરકારના ધારા ધોરણ મુજબ જો કોઈ માણસને દીપડા દ્વારા ઈજા થાય અથવા તો મૃત્યુ થાય તો સરકાર દ્વારા સહાય અર્પણ કરવામાં આવે છે. કસાણ ગામ ખાતે મહુવા ફોરેસ્ટ વિભાગ દ્વારા આરતીબેનના પરિવારજનોને ચાર લાખનો ચેક અપર્ણ કરવામાં આવ્યો હતો.
માનવકભક્ષી દીપડો હજી સુધી પાંજરે પુરાયો નથી
મહુવા ફોરેસ્ટ ઓફિસર આર.એફ.ઓ નિલેશભાઈ વેગડા અને ફોરેસ્ટ સ્ટાફ અને કસાણ ગામના સરપંચ જીવનભાઈ વાઘેલા, ગામ પંચાયતના સભ્યો, પરિવાર અને આગેવાનોની હાજરીમાં ચાર લાખનો ચેક અર્પણ કર્યો હતો. સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાકીદે માનવભક્ષી દીપડાને પાંજરે પુરી લોકોને ભય મુક્ત કરવા રજૂઆત કરી હતી. મહુવા ફોરેસ્ટ વિભાગ આર.એફ.ઓ. નિલેશભાઈ વેગડા દ્વારા ખાત્રી આપવામાં આવી હતી કે વહેલી તકે આ દીપડાને પકડી લેવામાં આવશે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.