આ વર્ષે ઉનાળામાં લીંબુના ભાવ આસમાને ગયા હતા. બજારમાં માંગની સામે આવક ઓછી થતાં ભાવનગર શહેરમાં રમજાન માસ દરમિયાન લીંબુના એક કિલોના ભાવ 300ને આંબી ગયા હતા. જોકે હવે ભાવનગરની બજારમાં લીંબુના ભાવમાં ઘટાડો જોવા મળે છે. હાલ ભાવનગર શહેરમાં લીંબુના એક કિલોના ભાવ રૂપિયા 80 રૂપિયા 100 બોલાઇ રહ્યા છે.
આથી હવે મધ્યમ વર્ગ માટે લીંબુ રસોડામાં રોજિંદા ઉપલબ્ધ બનશે. ભાવનગર યાર્ડમાં હોલસેલમાં 2200 ગુણી રૂા.40 થી 80, પાલીતાણામાં 325 ગુણી રૂા.26 થી 70ના ભાવે વેચાણ થયુ હતુ. રમજાન માસની પણ શરૂઆતથી ભાવનગરમાં ઉનાળાની અસર સૌપ્રથમ લીંબુના ભાવ પર પડી હતી અને આખા રમજાન માસમાં શહેરમાં સારી-નબળી ગુણવત્તાવાળા લીંબુ રૂપિયા 240 થી લઈને 300ના એક કિલોના ભાવે વેપારીઓ લુંટી રહ્યા હતા અને ગરમીનો પારો ઉંચો છે.
અત્યારે ખેડૂતો માલ ઉતારીને વેચી નફો રળી રહ્યા છે. તેની સામે વેચાણ ઓછુ થતા ભાવોમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. અને ભાવો રૂા.300 થી ઘટીને અત્યારે 80 થી 100 બોલાઇ રહ્યા છે. એટલે હવે રસોડામાં લીંબુની સોડમ જોવા મળશે. ચૈત્ર માસની શરૂઆતમાં જ ગરમીનો પારો ઉંચો જતા લીંબુના ભાવોમાં એકા એકા ઉછાળો જોવા મળ્યો હતો.
બે વર્ષ પહેલા સમગ્ર દેશ સાથે ભાવનગર જિલ્લામાં પણ વાવાઝોડામાં લીંબુના પાકનુ નુકશાન થવાને કારણ ભાવો વધ્યા હતા. લીંબુનો ઉપયોગ દરેક વસ્તુઓમાં મોટા થાય છે. મોટાભાગે લીબુ સોડા અને લીંબુ શરબતમાં ઉપયોગ થાય છે. ત્યારે શરીરને ઠંડક આપતા લીંબુની આવક સામે માંગ ઓછી થતા ભાવોમાં ઘટાડો જોવા મળ્યો છે. બજારમાં 15 દિવસ પહેલા 300 રૂપીયે કિલો મળતા લીંબુ આજે રૂા.80 થી 100 કિલોના બોલાવા લાગ્યા છે.
ઉનાળામાં લીંબુથી થતા ફાયદાઓ
ઉનાળામાં લીંબુની જરૂર પડે છે અને આ માટે લોકોનું મનપસંદ પીણું લીંબુ શરબત છે. લીંબુ પાણી શરીર માટે ઘણું જ ઉપયોગી સાબિત થાય છે. લીંબુ પાણીમાં ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે જે શરીરના સ્વસ્થ અને તાજગીભર્યું બનાવી રાખવામાં મદદ કરે છે.રોજ સવારે લીંબુ પાણી પીવાથી શરીરમાં તાજગી આવી જાય છે. લીંબુ પાણીથી મૂડ પણ સારો બની જાય છે.લીંબુના ભાવોમાં કડાડો બોલી જતા ફરી લોકો તાજગી અનુભવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.