તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડક આદેશ:રેમડેસિવિર ઇન્જેક્શનનાં જથ્થાનું ગેરકાયદેસર વેચાણ તથા સંગ્રહ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

ભાવનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • કોવિડ હોસ્પિટલોએ રેમડેસિવિર ઇન્જેક્શનનું ગેરકાયદેસર વેચાણ ન થાય તેની તકેદારી રાખવાની રહેશે

ભાવનગર જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસો વધારે પ્રમાણમાં આવી રહ્યાં છે. તેમજ જિલ્લાની કોવિડ-19 હોસ્પિટલમાં પણ કોરોના વાયરસની સારવાર લઇ રહેલ દર્દીઓની સંખ્યામાં ખુબ વધારો થઇ રહ્યો છે. જેથી કોવિડ-19 ની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતા રેમડેસિવિર ઇન્જેક્શનની માંગમાં પણ ખુબ વધારો જોવા મળી રહ્યો છે. જેથી ભાવનગરમાં અન્ય જિલ્લાઓની જેમ રેમડેસિવિર ઇન્જેક્શન બાબતે થઇ રહેલ કાળાબજારી તથા સંગ્રહખોરીને અટકાવવા માટે પગલા લેવા અતિ આવશ્યક છે. જેને માટે ભાવનગર જિલ્લા કલેકટરને રાજ્યસરકાર દ્વારા નોડલ અધિકારી નિમવામાં આવ્યા છે.

ઇન્જેક્શનનો ગેરકાયદેસર સંગ્રહ કે વેચાણ ન થાય તેની તકેદારી રાખવી

ભાવનગર જિલ્લામાં આવેલ તમામ કોવિડ-19 હોસ્પિટલનાં સંચાલકોને જણાવવામાં આવે છે કે, આપની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ દર્દી કે તેમના કુટુંબીજનો દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન બાબતે ખાસ તકેદારી રાખવાની રહેશે. જેમાં હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ દર્દીઓનું નિયત રજીસ્ટર નિભાવી અને રોજે રોજ દર્દીઓનાં સ્વાસ્થ્ય અંગેની નોંધ કરવી, હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ અતિ ગંભીર સ્થિતિ ધરાવતાં દર્દીઓને ડોક્ટરની સલાહ મુજબ રેમડેસિવિર ઇન્જેક્શન આપવાની પ્રથમિક્તા આપવી, રેમડેસિવિર ઇન્જેક્શન આપેલ દર્દીઓનું અલગ રજીસ્ટર નિભાવી તારીખ અને આપવામાં આવેલ ડોઝ સહિતની વિગતો નિભાવવી, હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂરીયાતવાળા દર્દીઓને ફાળવવાને બદલે અન્ય દર્દીઓને ન ફાળવાય તેની તકેદારી રાખવી અને હોસ્પિટલમાં કાર્યરત કર્મચારી કે આરોગ્ય કર્મીઓ દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શનનો ગેરકાયદેસર સંગ્રહ કે વેચાણ ન થાય તેની તકેદારી રાખવાની રહેશે.

કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે

હોસ્પિટલમાં તમામ સુચનાઓની ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે. તેમજ જો ઉક્ત બાબતે કોઇપણ ફરીયાદ મળશે તો સબંધિત હોસ્પિટલ સંચાલક સામે એપેડેમિક એક્ટ-1897, ભારત સરકારની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005 અને ભારતિય દંડ સહિતા-1860 ની જોગવાઇ અન્વયે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની નોંધ લેવા નિવાસી અધિક કલેક્ટર, ભાવનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો