પોલીસે પાઠ ભણાવ્યો:ભાવનગર સિટી મામલતદાર સાથે અસભ્ય વર્તન કરનાર ખનીજ માફીયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • પ્રૃથ્વિરાજ સરવૈયા વિરુદ્ધ મામલતદાર રવિયાએ ગેરકાયદે રેતી ખનન મુદ્દે કાર્યવાહી કરી હતી
  • આ ઘટનાથી સમસમી ઉઠેલા માફીયાએ મામલતદાર રવિયાનો સતત પીછો કરી હેરાન કરતો હતો

ભાવનગર શહેરમાં સિટી મામલતદાર તરીકે ફરજ બજાવતા ઇન્ચાર્જ સીટી મામલતદાર ધવલ રવિયાનો એક ખનીજ માફીયાએ સતત પીછો કરી અસભ્ય વર્તન કરતાં મામલતદારે પોલીસને જાણ કરતાં પોલીસે ખનીજ માફીયાને ઝડપી કાયદોનો આકરો પાઠ ભણાવ્યો હતો.

સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર, શહેરની સીટી મામલતદાર કચેરીમાં ધવલ રવિયા ઇન્ચાર્જ સીટી મામલતદાર તરીકે ફરજ બજાવે છે જેઓ પોતાની ફરજ મુજબ શહેર-જિલ્લામાં ગેરકાયદે ચાલતાં ખાણ-ખનીજ ના અડ્ડાઓ પર કાયદા તથા પોતાની ફરજ મુજબ કાર્યવાહી કરતાં હોય જેમાં થોડા સમય પૂર્વે તળાજા તાલુકાના સાંગાણા ગામનો વતની અને હાલ ફૂલસર વિસ્તારમાં આવેલ કર્મચારીનગરમાં રહેતા પ્રૃથ્વિરાજ સરવૈયા વિરુદ્ધ મામલતદાર રવિયાએ ગેરકાયદે રેતી ખનન મુદ્દે કાર્યવાહી કરી હતી.

આ ઘટનાથી સમસમી ઉઠેલ માફીયાએ મામલતદાર રવિયાનો સતત પીછો કરી કચેરી તથા આવાસ સુધી પહોંચી ત્રાસ આપેલો. જેમાં તાજેતરમાં મામલતદારની કાર રોડપરથી પસાર થઈ રહી હતી તે વેળાએ માફીયાએ પોતાની કાર આડી ઉતારી મામલતદારને અસભ્ય વર્તન કર્યું હતું.

આ પ્રકરણે અગાઉ મામલતદારે માફીયાને ચેતવણી પણ આપી હતી, છતાં ન સુધરેલા માફીયા અંગે એ-ડીવીઝન પોલીસને જાણ કરતાં પોલીસે માફીયા પ્રૃથ્વિરાજ વિરુદ્ધ ગુનો નોંધી ધડપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...