તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યક્રમ:સેન્ટ્રલ સોલ્ટ ખાતે "મીઠાનું વિજ્ઞાન અને ઉપયોગીતા’ પર વક્તવ્ય યોજાયું

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નીતિ આયોગના અટલ ઇન્નોવેશન મિશન, જીજ્ઞાશા અને આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઓનલાઈન કાર્યક્રમ

સેન્ટ્રલ સોલ્ટ ભાવનગર દ્વારા સી.એસ.આઈ.આર, જીજ્ઞાશા અને નીતિ આયોગ” ના અટલ ઇનોવેશન મિશન (AIM) - અટલ ટીનકેરિંગ લેબ્સ (ATL) તથા આઝાદી ના 75 વરસ નાં સ્વાતંત્ર્ય નાં અમૃત મહોત્સવ અંતર્ગત એક વિજ્ઞાન વિષય પર ઓનલાઇન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય નમક અને સમુદ્રી રસાયણ અનુસંધાન ભાવનગર દ્વારા તા. 4 સપ્ટે.નાં રોજ “નીતિ આયોગ”ના અટલ ઇન્નોવેશન મિશન અંતર્ગત વિજ્ઞાન વિષય પર સંસ્થાના વેબિનાર યોજાયો હતો.

સેન્ટ્રલ સોલ્ટના વૈજ્ઞાનિક બિપિન વ્યાસ દ્વારા વેબિનારમાં રાજુલાની મોડેલ સ્કૂલના ધો. 6 થી 10 નાં 60 થી પણ વધારે વિદ્યાર્થીઓ, વિજ્ઞાન ના શિક્ષકો,તથા સ્કૂલના આચાર્ય એ વેબિનારમાં ખુબજ રસપૂર્વક ભાગ લીધો હતો. દરિયાઈના પાણીમાંથી મળતી પેદાશો અને તેની ઉપયોગીતા, મીઠા નું ઉત્પાદન કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવતા હવામાન ના પરિબળો ની માહિતી , મીઠા ની લલની કરવા માટે વપરાતા યાંત્રિક ઓઝારો, તેની બંધારણ વિષે ખુબજ ઊંડાણ પૂર્વક માહિતી આપી વિદ્યાર્થીઓ માં એક વિજ્ઞાન વિષે ની અભિરુચિ જગાડી હતી. આ ઉપરાંત આયોડિન ની ઉણપ નિવારવા સેન્ટ્રલ સોલ્ટ દ્વારા તૈયાર કરાયેલા "ડબલ ફોર્ટિફાયડ સોલ્ટ "વિશે પણ માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...