તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વરસાદ ખેંચાતા વન વિભાગ હસ્તકના ડુંગરાઓ પશુઓને ચરવા ખુલ્લા મુકો

ભંડારિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

છેલ્લા દોઢ મહિનાથી વરસાદ ખેંચાતા ભંડારિયામાં પશુઓ માટે ઘાસચારાની સમસ્યા ઊભી થઈ છે આ સંજોગોમાં વરસાદ ન પડે ત્યાં સુધી વન વિભાગ હસ્તકના ડુંગરો પશુઓને માટે ચરવા દેવા ખુલ્લા મૂકવા માંગ ઉઠી છે. આ ઉપરાંત સત્વરે દુષ્કાળ જાહેર કરવા પણ ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને મત્સ્યોદ્યોગ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

ચોમાસાની ચાલુ સિઝનમાં છેલ્લા દોઢ માસથી વરસાદ હાથતાળી આપી ગયો છે પરિણામે ચોમાસુ હોવા છતાં ડુંગરોમાં પ્રમાણમાં ઘાસ ઓછું છે આથી પશુપાલકોના માલઢોરને ચરાવવાનો પ્રશ્ન વિકટ બન્યો છે. આ સંજોગોમાં વન વિભાગના હસ્તકના ડુંગરો પશુઓને ચરવા દેવા માટે ખુલ્લા મુકવા માંગ ઉઠી છે.

ભંડારિયા ગામના સરપંચ શક્તિસિંહ પી. ગોહિલ અને આગેવાનોએ ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમભાઈ સોલંકીને પશુપાલકોની સમસ્યા અંગે યોગ્ય ઉકેલ લાવવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત દોઢ માસથી વરસાદ નથી આથી ચોમાસું નબળું હોવાના સ્પષ્ટ એંધાણ મળી ચૂક્યા છે ત્યારે સત્વરે દુષ્કાળ જાહેર કરી ખેડૂતો અને પશુપાલકોને સહાય આપવા પણ આ રજૂઆતમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...