રજા પર પ્રતિબંધ:12થી 15 ઓગસ્ટ સુધી પંચાયતના તમામ કર્મચારીઓની રજા રદ

ભાવનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિની વેકેશન માણવાની આશા પર પાણી ફરી વળ્યું
  • હર ઘર તિરંગાને સફળ બનાવવા કર્મચારીઓની રજા પર પ્રતિબંધ

હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકની તમામ શાખાના તમામ કર્મચારીઓને આદેશ અપાયો છે કે તા.12 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી કોઇની રજાની પરવાનગી આપવી નહીં તેમજ મુખ્ય મથક પણ છોડવાનું રહેશે નહી. આમ, આ અભિયાને પંચાયતના કર્મચારીઓને રજાની મજા માણવા પર પાણી ફેરવી લીધું છે.

ભાવનગરના જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવાએ એક પરિપત્ર જાહેર કર્યો છે જેમાં સ્પષ્ટ તાકીદ કરાઇ છે કે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી તા.12થી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર ભારતમાં યોજાનારા હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે તેમજ આ ઝૂંબેશ અંતર્ગત કરવાની થતી વિવિધ કામગીરીઓ માટે તા.12થી 15 ઓગસ્ટ દરમિયાન જિલ્લા પંચાયત કચેરી, ભાવનગર અને તેના તાબા હેઠળની તમામ કચેરીઓમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ કે કર્મચારીઓને રજા કે મુખ્ય મથક છોડવાની કોઇ પણ સંજોગોમાં પરવાનગી આપવાની રહેશે નહી.

જેથી આ અંગે તમામ કચેરીઓના વડાઓએ ખાસ નોંધ લેવી અને તાબા હેઠળની કચેરીઓને આ અંગે તાત્કાલિક સૂચના આપવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...