તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગેસ લીકેજ:બોટાદ રેલવે પ્લેટફોર્મ પર ગેસ ભરેલી ગાડીના એક કેપ્સુલમાં લીકેજની ઘટના, મોટી દુર્ઘટના બનતા અટકી

બોટાદએક મહિનો પહેલા
  • રેલવે અને ફાયર વિભાગે લીકેજ બંધ કર્યું

બોટાદ રેલ્વે સ્ટેશન ખાતે તા. 26/3/21 નાં સવારના 10.30 કલાકે પીપાવાવથી પાલનપુર તરફ જતી એલ.પી.જી. ભરેલી ગુડ્ઝ ટ્રેનની એક કેપ્સુલ માંથી ગેસ લીક થતો હોવાની ઘટના બનતા બોટાદ ફાયર, મામલતદાર અને રેલવેના આધિકારીઓ મળી આ લીકેજ કેપ્સુલનું સમારકામ કરવામાં આવ્યું હતું. ડ્રાઈવરની સમય સુચકતાથી આ લીકેજની જાણ થઇ હતી ચાર કલાકની જહેમત બાદ આ લીકેજને રીપેરીંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રેલવે સ્ટેશન અને સુરેન્દ્રનગર- ભાવનગર ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો.

ગેસ લીકેજની જાણ થતાં બોટાદ રેલવે સ્ટેશન પર ગુડ્ઝ ટ્રેન અટકાવી દેવાઇ હતી.
ગેસ લીકેજની જાણ થતાં બોટાદ રેલવે સ્ટેશન પર ગુડ્ઝ ટ્રેન અટકાવી દેવાઇ હતી.

બોટાદ રેલ્વે સ્ટેશન ઉપર સવારના 10.30 કલાકે પીપાવાવ થી 43 કેપ્સુલ એલ.પી.જી ગેસ ભરીને ગુડ્ઝ ટ્રેન બોટાદ રેલ્વે સ્ટેશનને પ્લેટ ફોર્મ ઉપર આવી ઉભી હતી આ દરમ્યાન ટ્રેનનાં ડ્રાઈવર નીચે ઉતરી ટ્રેનની પાછળ જઈ રહ્યા હતા તે દરમિયાન 6 નંબરના કેપ્સુલમાંથી એલ.પી.જી. ગેસ લીક થતો હોવાની જાણ થતા આ અંગે તેમણે રેલ્વે તંત્રને જાણ કરતા રેલ્વેનાં અધિકારીઓએ બોટાદ ન.પા. ફાયરની 3 ગાડીઓને ઘટના સ્થળે બોલાવી તેમજ ગઢડા તેમજ બરવાળા ન.પા.ની ફાયરની ગાડીઓ સ્ટેન્ડબાય રખાવી હતી. આ દરમિયાન બોટાદ રેલ્વે સ્ટેશન ઉપરથી તમામ લોકોને ખસેડી દેવામાં આવ્યા હતા અને સુરેન્દ્રનગર ભાવનગર નો તમામ રેલ્વે વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો.

આ અંગે રેલ્વેનાં સત્તાવાળાઓએ પીપાવાવ ઓ.એન.જી.ને ઘટનાની જાણ કરી તજજ્ઞ ટીમો બોલાવી લેવામાં આવી હતી. આ દરમિયાન રેલ્વે ગુડઝ ટ્રેન ગાર્ડ અનીલકુમાર અને એસ. કોમલ સ્ટેશન માસ્ટર ઓફ ડ્યુટી હોવા છતાં ઘટનાને પ્રાથમિકતા આપી ઘટના સ્થળે પહોચી એલ.પી.જી. લીકેજ 6 નંબરની કેપ્સુલ ઉપર ચડી લીકેજ થતા ગેસ ને રબ્બરની પટ્ટી લગાવી ગેસ લીકેજ અટકાવ્યું હતું. આમ ચાર કલાક બાદ આ ટ્રેનને ફરી આગળ તરફ જવાની મંજુરી મળતા ટ્રેન પાલનપુર તરફ રવાના કરવામાં આવી હતી. આ એક કેપ્સુલમાં 40 લીટર એલ.પી.જી. ભરેલો હતો આ ટ્રેનમાં આવી 43 કેપ્સુલ હતી અને આ તમામે તમામ કેપ્સુલમાં ગેસ ભરેલો હતો માટે આ ઘટનામાં ડ્રાઈવરની સમય સુચકતાથી મોટી જાનહાની બનતા અટકી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો